• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'કોંગ્રેસીઓ સાંભળી લે, તમને જે કચરો લાગે છે, તેને કંચન બનાવીશ'

|

અમદાવાદ 30 મેઃ અમદાવાદ ખાતે યુવા શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5000 હજાર જેટલા એનએસયુઆઇના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ તકે મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને આટલી મોટી સંખ્યામાં કાર્યકરો કોઇ એક પક્ષમાં જોડાયા હોય તેવી કદાચ ગુજરાતમાં આ પહેલી ઘટના હોવાનું તેમણે કહ્યું હતું.

આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, આ કાર્યક્રમ માત્ર ચાર દિવસની નોટિસમાં નક્કી થયો. નરહરી અમિનના કાર્યક્રમમાં આવ્યો હતો ત્યારે તેમણે મને થોડોક સમય કાઢવા કહ્યું હતું અને મે સમય કાઢ્યો મને ખબર નહોતી કે આ થોડા સમય આવું દ્રશ્ય સર્જશે. તમે ભાજપમાં આવી રહ્યાં છો, મોકળા મને તમારું સ્વાગત છે. ભાજપ એ માત્ર સભ્યો આધારે ચાલતી પાર્ટી નથી, ભાજપ એ સભ્યોની સાથે સંબંધોની પાર્ટી છે, આજે જ્યારે તમે ભાજપમાં આવ્યો છો, ત્યારે મારો અને તમારો સંબંધ, ભાજપ અને તમારો સંબંધ પાંચ રૂપિયાની પાવતીનો નહીં, રક્તનો સંબંધ છે. અને આજે તમે આ પાર્ટીમાં જોડાયા છો

તમે નાનો નિર્ણય નથી કર્યો, તમે વિદ્યાર્થીકાળથી એક પક્ષ માટે જીવન અર્પણ કર્યું હોય, અનેક તકલીફો વેઠી હોય અને તેમ છતાં તેમને એ પક્ષ છોડવો પડ્યો, તેનાથી જે વ્યથા તઇ હશે તેનો અનુમાન હું કરી શકું છું. ત્યારે મારી પહેલી જવાબદારી છે તમારા એ ઘાવ રુઝવવાની.

ભાજપ અને કોંગ્રેસની તુલના કરવાનો સમય નથી. પણ વાજપાયીજીને આપણે જ્યારે યાદ કરીએ, જ્યારે પ્રધાનમંત્રી પદે પહોંચ્યા, પણ આપણે બધાને ખબર છે કે તે સામાન્ય શિક્ષકના સંતાન હતા, એ શિક્ષકનો દિકરો પ્રધાનમંત્રી પદે પહોંચે તે હિન્દુસ્તાનની લોકશાહી અને ભાજપની સંસ્કૃતિના કારણે શક્ય બન્યું નહીંતર, કલ્પના કરો આવી વ્યક્તિ કોંગ્રેસમાં હોત તો નંબર લાગ્યો હોત. આ અશક્ય છે. હું તમારી સામે ઉભો છું. એક નાનપણમાં જેણે રેલવેના ડબ્બામાં ચા વેચીને જિંદગીનું ગુજરાન કર્યું છે, તેને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યો છે. આ લોકશાહીનું સામર્થ્ય છે, કે જ્યાં સામન્યમાં સામાન્ય માનવી જો સાચી દિશામાં હોય સમાજ માટે સમર્પિત હોય તો સમાજ તેને હૈયે બેસાડે છે અને સમર્થન પણ કરે છે તે આપણે જોયું છે.

તમારું ગેમેતે બેગ્રાઉન્ડ હોય, પિતા રાજકારણમાં હોય કે ના હોય, પણ જો તમારી દિશા સાચી હશે અને તમે સમાજને વરેલા હશો તો ભાજપ તેમને યોગ્ય દિશામાં આગળ વધારશે. બે દિવસ પહેલા કોઇનો મેઇલ આવ્યો, ભારત સરકાર અરબો ખરબો રૂપિયાની જાહેરાત મેલમાં મોકલી, જેમાં એવું લખ્યું હતું કે ભારત નિર્માણ હક હે મેરા. મારા માટે આશ્ચર્ય હતુ કે એ જાહેરાત ગજબની હતી,એ વ્યક્તિએ હક હે મારાના બદલે લખ્યું છે, શક હે મેરા. દિલ્હીની સરકારે સમજી લેવું જોઇએ કે હવે તો નાગરીક પણ કહે છે કે આ વાક્ય ખોટું છે ખરેખર લખવું જોઇએ ભારત નિર્માણ શક હે મેરા. દિલ્હીમાં બેસેલી સરકારની રોજ એક એવી ઘટના બને છે કે વિશ્વાસ તૂટતો જાય છે. સૌથી મોટું સંકટ પેદા થયું છે, વિશ્વાસનું. છત્તીસગઢની ઘટના કોંગ્રેસના નેતા બે ભાષા બોલી રહ્યાં છે, તેમને લાગે છે કે આ રસ્તો બદલ્યો કોણે. એક તોફાન ઉભૂ થયું છે.

મને ખબર છે કે તમે અહી બેઠા છો, કોંગ્રેસના નિવેદન જીવી નેતાઓ ટીવી પર જોઇને નિવેદન લખતા હશે, હાશ... કોંગ્રેસ શુદ્ધ થઇ ગઇ અમારો બધો કચરો ગયો એમ લખશે... તમે જેમની માટે જાત ઘસી નાખી, એ જ આવું લખશે, આજે તમને જે કચરો લાગે છે તેમને કંચન બનાવવાનું બીડુ મે ઉપાડ્યું છે, આપણું સ્વપ્ન છે, ગુજરાત સોળે કળાએ ખીલવું જોઇએ. વિકાસની નવી ઉચાઇને પાર કરવું જોઇએ અને આ વિકાસનો લાભ છેવાડાના માનવીને મળવો જોઇએ. લોકોને પ્રાથમિકતા મળવી જોઇએ. છાપામાં કેટલા ઇંચની કોલમના આધરે લોકોનો વિશ્વાસ જીતાતો નથી. એ લોકો ભલે ગમે તે કહે પરંતુ તમે જે આંદોલન કર્યા છે, સમાજ જીવન માટે કામ કર્યું છે, તે એળે નહીં જાય, તમે જે મૂડી ઉભી કરી છે તેના પર આપણે ઇમારત કરીશું. આપણી વચ્ચે જે વિશ્વાસ છે તે આપણી આવતીકાલની ઉજવળની કારકિર્દી બનાવશે.

જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ચંદ્રશેખર આઝાદને ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયા બાદ હવાથી તેમની મૂછો હલતી હતી, માત્ર આટલી વાતને લઇને અંગ્રેજો તેમની નજીક નહોતા જતા, કારણ કે તેમને એવો વિશ્વસ હતો કે આઝાદ હજુ જીવીત હશે, જ્યારે બીજી તરફ આજે દેશને દિલ્હી સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. દિલ્હીની સરકાર પ્રત્યે સમાજને એટલો બધો અવિશ્વાસ પેદા થયો છે કે તેની એકપણ હલચલ સ્વિકારવા તૈયાર નથી. એક વાત પણ લોકોને 17 જગ્યા પર વેરીફાય કરાવવું પડે તેવું આજસુધી ક્યારેય રાજકારણમાં બન્યું નથી.

હું 22 વર્ષથી છું પણ મને યાદ નથી કે આટલી મોટી સંખ્યામાં સમૂહ કોઇપણ લાભ વગર એક પક્ષમાં જોડાયા હોય તેવી આ ગુજરાતના જાહેરજીવનની કદાચ પહેલી ઘટના છે. સીબીઆઇના ઉપયોગ કરીને દેશ કબજે નહી કરી શકો. વિવિધ સંવેધાનિક સંસ્થાનો ઉપયોગ કરીને જે ષડયંત્રો આદર્યા છે, તમારા હથકંડા તમને જ ભારે પડવાના છે, હજુ સમય છે ખોટા કામ બંધ કરીને સીદી સાદી લોકશાહીને વરો. વિરોધીઓને ડર બતાવવા, કેસ ચલાવવા, સંડોવવા એ તમારી લોકશાહી છે. દિલ્હીની સરકાર અને કોંગ્રેસને જાણું છું. તમારામાં આ ઝુલમોને અમે સહી લઇશું. કોંગ્રેસના મિત્રો શોટકટ શોધવામાં લાગેલા છે, વિશ્વાસ જીતાવાં તેમને રસ નથી. આગામી દિવસોમાં ચાર વિધાનસભા અને બે લોકસભાની ચૂંટણી છે, જ્યાં કોંગ્રેસનો વાવટો ફરકતો હતો અને આ પેટાચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને ધોળેદાડે તારા દેખાડવાની છે. કોંગ્રેસને કારમો પરાજય મળવાનો છે. પોરબંદરના સપૂતે અંગ્રેજો સામે લડીને આ દેશને આઝાદ કરાવ્યો હતો, તે મહાત્મા ગાંધી પણ ગુજરાતના હતા.

English summary
yuva shakti sammelan at ahmedabad modi adress this sammelan and welcome to 5000 youth congress leaders who joining BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more