For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ગુજ.માં પ્રવેશતા પહેલાં દરિયામાં વીલિન થયું ઓખી વાવાઝોડું

ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતાં પહેલાં જ દરિયામાં થયું વીલિન તંત્ર અને ચૂંટણી પંચે લીધો રાહતનો શ્વાસ આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ઓખી વાવાઝોડાને કારણે ચૂંટણી પંચ પણ ચિંતાતુર છે, જો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ભીષણ ચક્રવાતી તોફાન ઓખીનું જોખમ ટળી ગયું છે. ઓખી વાવાઝોડું ઝડપથી ગુજરાતના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ મંગળવારે રાત્રે રાહતના સમાચાર આવ્યા હતા. વાવાઝોડું નબળું પડી રહ્યું હતું અને ધીરે-ધીરે તે પૂરું થઇને ડિપ્રેશન બની ગયું છે. હવામાન વિભાગના ડૉ. જયંત સરકારનું કહેવું છે કે, સુરત પહોંચતા પહેલાં જ ઓખી સમુદ્રમાં જ પૂર્ણ થવાની શક્યતા છે.

cyclone

ચૂંટણી પંચે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર પાસે ઓખી અને તેની રાજ્ય અને વિધાનસભા ચૂંટણી પર તેની અસર અંગે રિપોર્ટ માંગ્યો હતો. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી છે ત્યારે તંત્ર આ વાવાઝોડાને કારણે થતી અસરો માટે તૈયાર હતું. પરંતુ મધ્યરાત્રિએ દરિયામાં જ સુરતથી 250 કિમી દૂર વાવાઝોડું વિલીન થતાં તંત્રએ તથા ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો હતો. વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઇ જતાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું નહોતું, પરંતુ એની અસર હેઠળ 4 તારીખથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેની અસર 7 તારીખ સુધી જોવા મળશે. હજુ બે દિવસ સુધી ભારે વરસાદ, ઠંડુ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતા છે.

English summary
Ockhi Cyclone: Cyclone weakened, did not enter south Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X