ભાવનગર પાસે બે ટ્રકો ટકરાતા, લાગી ભીષણ આગ

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

 

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાવનગર પાસે બે ટ્રકો ટકરાતા, લાગી ભીષણ આગ
  

ભાવનગર પાસે બે ટ્રકો ટકરાતા, લાગી ભીષણ આગ

શુક્રવારે, ભાવનગર પાસે બે ટ્રકો ટકરાઇને વીજપોલ સાથે અથડાતા બન્ને ટ્રકોમાં ભીષણ આગ લાગી હતી. કલાકોની મહેનત બાદ ફાયર બિગ્રેડે આ આગને કાબુમાં લીધી હતી. આ દુર્ધટનામાં 7-8 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વલસાડમાં 52 લાખની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો
  

વલસાડમાં 52 લાખની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો

આજે એટીએસ એ બાતમીના આધારે વલસાડ હાઇ વે પરથી ઉમેશ રાઠોડ નામના એક વ્યક્તિને 52 લાખની નકલી નોટોની સાથે પકડી પાડ્યો છે. વધુમાં આ નકલી નોટો બનાવનાર વિકાસ અને અને 3 લોકોને પોલિસ શોધી રહી છે.

અમદાવાદમાં પટેલ વિદ્યાર્થીઓ હાર્દિક અને લાલજી કર્યો વિરોધ
  
 

અમદાવાદમાં પટેલ વિદ્યાર્થીઓ હાર્દિક અને લાલજી કર્યો વિરોધ

પાટીદાર અનામત આંદોલન વખતે ધરપકડ કરાયેલા યુવાનોની જામીન માટે જ્યારે આ યુવાનોએ હાર્દિક પટેલ અને લાલજી પટેલનો સંપર્ક સાંધ્યો ત્યારે તે લોકોએ કોઇ મદદ ના કરતા અમદાવાદ ખાતે કેટલાક પટેલ વિદ્યાર્થીઓએ તેમના નામની હુર્રીઓ બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરતમાં ચલણી નોટો પર આરક્ષણ હટાવો લખાયું
  

સુરતમાં ચલણી નોટો પર આરક્ષણ હટાવો લખાયું

સુરતમાં પાટીદારોએ અનામત આંદોલન હેઠળ ચલણી નોટો પર આરક્ષણ હટાવો, રાષ્ટ્ર બચાવો તેવા સિક્કા મારીને બજારમાં ફરતી કરી છે. આ લોકોએ 1000, 500, 100, 10 રૂપિયાની નોટ પર આવા સ્ટેમ્પ માર્યા છે.

પોરબંદરમાં ભાભીએ નણંદને જીવતી સળગાવી!
  

પોરબંદરમાં ભાભીએ નણંદને જીવતી સળગાવી!

શુક્રવારે, પોરબંદરમાં ભાભી નણંદ વચ્ચે પાણી ગરમ કરવા જેવી બાબતે ઝગડો થતા ભાભીએ નણંદને જીવતી સળગાવી હોય તેવો મામલો બહાર આવ્યો છે.

રાજકોટમાં મેચ દરમિયાન પટેલાના વિરોધને લઇને તંત્ર સાબદૂ
  

રાજકોટમાં મેચ દરમિયાન પટેલાના વિરોધને લઇને તંત્ર સાબદૂ

શુક્રવારે, 18મી તારીખે રાજકોટમાં યોજાનારી ક્રિકેટ વન ડે વખતે પાટીદારો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચીફ સેક્રેટરી જી.આર.અલોરિયાએ રાજકોટ ખાતે એક મીટિંગ યોજી હતી. જેમાં પાટીદારોની રેલી વખતે રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થા માટે કેવી નિતી ગડઢી તે અંગે રણનિતી નક્કી કરવામાં આવી હતી.

English summary
October 10: Top Local news of Gujarat read in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.