ધરમપુરમાં ખેડૂતે જ કરી પરિવારના સાત સભ્યોની હત્યા

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

 

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ધરમપુરમાં ખેડૂતે જ કરી પરિવારના સાત સભ્યોની હત્યા
  

ધરમપુરમાં ખેડૂતે જ કરી પરિવારના સાત સભ્યોની હત્યા

વલસાડ પાસે આવેલા ધરમપુરના નાની કોસબાડી ગામે એક ખેતમજૂરે તેના 5 સંતાનો, 1 વર્ષના દોહિત્રી સમેત 7 લોકોને દાતંરડા જેવા ધારદાર હથિયારની મારી ફાંસો ખાઇ લેતા સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઇ છે. જો કે કયા કારણો સર આ આત્મહત્યા કરવામાં આવી છે તે અંગે પોલિસ તપાસ કરી રહી છે.

સુરતમાં તબીબીઓ ઉતર્યા હડતાલ પર, લોકોને થઇ હાલાકી
  

સુરતમાં તબીબીઓ ઉતર્યા હડતાલ પર, લોકોને થઇ હાલાકી

સુરતમાં એક દર્દીની મોત બાદ તબીબી પર હુમલા મામલે અને છેડતીની એક ફરિયાદને ધ્યાનમાં રાખીને શહેરના 11 તબીબી એસોસિયેશન આજે એક દિવસની હડતાલ પર ઉતરતા ગરીબી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.

નવરાત્રી દરમિયાન પાટીદારો રાજ્યના મંત્રીઓનો કરશે વિરોધ
  
 

નવરાત્રી દરમિયાન પાટીદારો રાજ્યના મંત્રીઓનો કરશે વિરોધ

હાર્દિક પટેલ આજે જણાવ્યું હતું કે તે નવરાત્રી દરમિયાન પણ તેમનું આંદોલન ચાલુ રાખશે. વાઇબ્રન્ટ નવરાત્રી છોડીને કોઇ પણ નવરાત્રીમાં જો કોઇ રાજ્યના નેતા હાજરી આપશે તો પટેલો ત્યાં તેમનો વિરોધ નોંધાવશે.

મહુવામાં એક દલિત પરિવાર પર કરાયો હિંસક હુમલો
  

મહુવામાં એક દલિત પરિવાર પર કરાયો હિંસક હુમલો

મહુવા પાસે આવેલ નાના જદરા ગામે એક દલિત પરિવાર પર અજાણ્યા લોકો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. જેમાં પિતા-પુત્રીનું મોત થયું છે અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે તેની તપાસ પોલિસ હાલ કરી રહી છે.

હાર્દિક પટેલનું મધ્યપ્રદેશના રતલામમાં ભવ્ય સ્વાગત
  

હાર્દિક પટેલનું મધ્યપ્રદેશના રતલામમાં ભવ્ય સ્વાગત

પાટીદાર અનામત આંદોલનના નેતા એવા હાર્દિક પટેલ મધ્યપ્રદેશના રતલામની મુલાકાત લીધી હતી. જ્યાં પાટીદારોની મહાપંચાયત સભામાં હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેશોદથી ટીવી, કમ્પ્યૂટર ચોરી કરતી ગેંગ ઝડપાઇ
  

કેશોદથી ટીવી, કમ્પ્યૂટર ચોરી કરતી ગેંગ ઝડપાઇ

જૂનાગઢ પાસેના કેશોદથી પ્રાથમિક સ્કૂલમાંથી ટીવી અને કમ્પ્યૂટર ચોરી જનાર એક ગેંગને પોલિસે પકડી પાડી છે. તેમની પાસેથી 60 હજારનો માલ સમાન જપ્ત કરાયો છે.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ સામે NSUIનું પ્રદર્ષન
  

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ સામે NSUIનું પ્રદર્ષન

અમદાવાદની જાણીતી મેડિકલ કોલેજ બી.જે મેડિકલમાં વિદ્યાર્થીઓ સાથે રેંગિગની ધટનાઓ વધતા એનએસયુઆઇના વિદ્યાર્થીઓ કોલેજ આગળ આ વાતનો વિરોધ નોંધાવીને આ અંગે જલ્દી યોગ્ય પગલા લેવાય તેવી માંગ કરી હતી.

ભુજમાં સ્વીફ કારમાંથી પકડાઇ દારૂની 11 પેટીઓ
  

ભુજમાં સ્વીફ કારમાંથી પકડાઇ દારૂની 11 પેટીઓ

ભુજના શેખપીર ત્રણ રસ્તા પરથી પોલિસે બાતમીના આધારે સીફ્ટ કારમાંથી દારૂ ભરેલી 11 પેટીઓ સાથે ધમેન્દ્ર સિંહ જાડેજા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની કારમાંથી અંગ્રેજી દારૂની 132 બોટલો મળી છે. જેની બજાર કિંમત રૂપિયા 43,200 છે. ત્યારે પોલિસે આ અંગે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી 80 લાખની કિંમતનું સોનું ઝડપાયું
  

અમદાવાદ એરપોર્ટ પરથી 80 લાખની કિંમતનું સોનું ઝડપાયું

રવિવારે, કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી 3 કિલોની સોનાની દાણચોરી કરતા એક સરફરાઝ ખાન નામના વ્યક્તિની અટક કરી છે. આ આરોપી અંદાજે 80 લાખ રૂપિયાના સોનાના વાયરના ગૂંચડાને એક ઉપકરણ સંતાડીને લઇ જઇ રહ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 17.51 લાખ માલ ઝડપ્યો
  

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 17.51 લાખ માલ ઝડપ્યો

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બ્રાન્ડેડ કંપનીના નામે ફેક ટી-શર્ટ, ધડિયાલ અને ચશ્મા વેચતા એક વ્યક્તિની અટક કરી છે. તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 17.51 લાખનો માલમુદ્દો ઝડપ્યો છે.

ONGCની પાઇપલાઇનમાંથી ચોરી કરતા ચોર ઝડપાયા
  

ONGCની પાઇપલાઇનમાંથી ચોરી કરતા ચોર ઝડપાયા

રવિવારે, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઓએનજીસીની પાઇપલાઇન અને ઇન્ડિયન ઓઇલની પાઇપ લાઇનમાંથી ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંકજ વાધેલા અને ગંજાનંદ વણઝારા નામના આ બે આરોપીઓની ચિલોડાથી ધરપકડ કરવામાં આવી છે.

જેતપુરમાં લિવ ઇન પાર્ટનરે તેની પ્રેમિકાનું ગળું દબાયું
  

જેતપુરમાં લિવ ઇન પાર્ટનરે તેની પ્રેમિકાનું ગળું દબાયું

રવિવારે,રાજકોટના જેતપુરમાં એનઆરઆઇ યુવકે તેની લિવ ઇન પાર્ટનર તારાને ગળુ દબાવીને હત્યા કરી દીધી. બન્ને જણા દુબઇમાં મળ્યા હતા અને જેતપુરમાં લિવ ઇનમાં રહેતા હતા. હત્યા બાદ પ્રેમી જાતે જ પોલિસ સમક્ષ હાજર થઇ પોતાનો ગુના કબૂલ્યો હતો.

English summary
October 12: Top Local news of Gujarat read in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.