ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

 

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં વિશ્વહિંદુ પરિષદે રાજપથ કલબ સામે કર્યું વિરોધ પ્રદર્શન
  

અમદાવાદમાં વિશ્વહિંદુ પરિષદે રાજપથ કલબ સામે કર્યું વિરોધ પ્રદર્શન

મંગળવારે, નવરાત્રીની શરૂઆત પહેલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ અમદાવાદની જાણીતી કલબ રાજપથ આગળ વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યા. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓની માંગ હતી કે અહીં યોજાતા ગરબામાં ખાલી હિંદુ ધર્મના લોકોને જ એન્ટ્રી આપવામાં આવે.

આનંદીબેન વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું
  

આનંદીબેન વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું

મંગળવારે, અમદાવાદના જીએમડીસી ગ્રાન્ડ પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદ્ધાટન કરી શરૂઆત કરી હતી. સાથે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો.

મહેસાણામાં વિપુલ ચૌધરી સામે 17.26 કરોડના કૌભાંડ માટે FIR નોંધાઇ
  
 

મહેસાણામાં વિપુલ ચૌધરી સામે 17.26 કરોડના કૌભાંડ માટે FIR નોંધાઇ

મહેસાણામાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની પર વર્ષ 2012 અને 2014માં બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખાંડ ખરીદવામાં આરોપસહ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ વિપુલ ચૌધરીએ 17.26 કરોડનો ગોટાળો કર્યો છે.

તાપી પાસેના ટોલબૂથ પર કર્મચારી અને સ્થાનિકો વચ્ચે થઇ મારપીટ
  

તાપી પાસેના ટોલબૂથ પર કર્મચારી અને સ્થાનિકો વચ્ચે થઇ મારપીટ

તાપીના સોનગઢ મંડલ ગામે નેશનલ હાઇવે નંબર 53 પર ટોલ બૂથ કર્મચારી અને સ્થાનિકો વચ્ચે થયેલી હિંસક મારપીટમાં ટોલ બૂથના મેનેજરને ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોના વહાનોને પસાર ન થવા દેવા મામલે થયેલા ઝગડામાં થયેલી મારપીટ સીસીટીવીમાં કેદ થતા પોલિસે આ અંગે તપાસ આદરી છે.

વડોદરામાં બોમ્બ લેટરનો આતંક, મંદિર ઉડાવી મળી ધમકી
  

વડોદરામાં બોમ્બ લેટરનો આતંક, મંદિર ઉડાવી મળી ધમકી

વડોદરાના જાણીતા બહુચરાજી મંદિરને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા પોલિસ તંત્ર સાબદૂ થયું હતું. પોલિસની ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડે મંદિરની તપાસ કરી હતી. જો કે કંઇ વાંધાજનક ના મળતા બધાએ શાંતિનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે વડોદરામાં આ પહેલા પણ સ્કૂલ અને એમ.એસ.યુનિવર્સિટીને ઉડાવાની ધમકી ભરેલા પત્ર પોલિસને મળી ચૂક્યા છે. ત્યારે વડોદરામાં આવા બોમ્બ લેટર પોલિસ માટે માથાનો દુખાવો બની ગયા છે.

જામનગરની આંગળવાડીમાં બાળકો હતા ત્યારે કૂકર ફાટ્યું
  

જામનગરની આંગળવાડીમાં બાળકો હતા ત્યારે કૂકર ફાટ્યું

મંગળવાર, જામનગર પાસે આવેલ સુરજકરાડી ગામની આંગણવાડી નંબર 52માં તે વખતે કૂકર ફાટ્યું જ્યારે ત્યાં 30 જેટલા બાળકો હાજર હતા. જો કે સદનસીબે કૂકર અને ગેસ બન્નેનો મોટો ભડકો થવા છતાં અને બાજુમાં ગેસ સિલિન્ડર હોવા છતાં કોઇ પણ બાળકો ઇજાગ્રસ્ત થયા નહતા. પણ તંત્રની બેદરાકી સાફ રીતે દેખાઇ આવી હતી.

ભાવનગરમાં એબીસીએ ક્લાસ 3ના અધિકારીને લાંચ લેતા ઝડપ્યો
  

ભાવનગરમાં એબીસીએ ક્લાસ 3ના અધિકારીને લાંચ લેતા ઝડપ્યો

ભાવનગરમાં એડિશનલ મદદનીશ એન્જીનિયર પ્રભાસભાઇ શાહને ભષ્ટ્રાચાર નિરોધક શાખાના અધિકારીઓએ દસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.

શંકરસિંહ વાધેલાએ ગાંધીનગરમાં ઉજવ્યો નવરાત્રિ મહોત્સવ
  

શંકરસિંહ વાધેલાએ ગાંધીનગરમાં ઉજવ્યો નવરાત્રિ મહોત્સવ

મંગળવારે, ગાંધીનગરના નવરાત્રિ ગ્રાઉન્ડ પર ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાધેલાએ નવરાત્રી મહોત્સવનું શરૂઆત કરી, માતાજીની આરતી કરી હતી.

ગુજરાતભરના મેડિકલ સ્ટોર આજે બંધ
  

ગુજરાતભરના મેડિકલ સ્ટોર આજે બંધ

ઓનલાઇન દવાઓના વેચાણના પગલે ભારતભરના મેડિકલ સ્ટોર આજે બંધની જાહેરાત કરતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. ગુજરાતભરના તમામ મેડિકલ સ્ટોર્સ આ બંધને સજ્જડ રીતે પાળ્યો હતો.

જૂનાગઢમાં પાટીદારોએ કર્યું નવરાત્રીનું આયોજન
  

જૂનાગઢમાં પાટીદારોએ કર્યું નવરાત્રીનું આયોજન

જૂનાગઢમાં પાટીદારો માટે ખાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર સરદાર પટેલના પોસ્ટર લગાવામાં આવ્યા હતા.

ભરૂચમાં નજીવી વાતે વિદ્યાર્થીને પાઇપથી મરાયો
  

ભરૂચમાં નજીવી વાતે વિદ્યાર્થીને પાઇપથી મરાયો

ભરૂચની હાજી એહમદ મુનશી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પાઇપથી મરાયા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને આ અંગે પોલિસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે.

English summary
October 14: Top Local news of Gujarat read in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.