For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજાણ્યા શખ્સોએ લગાવી એસટી બસને આગ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની રાજદ્રોહની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની રાજદ્રોહની અરજી ફગાવી

સુરતમાં હાર્દિક પટેલ પર લાગેલા રાજદ્રોહના આરોપના કેસમાં હાર્દિકની મુશ્કેલી વધી છે. હાર્દિકના વકીલ અરજી કરી હતી કે હાર્દિક પરથી રાજદ્રોહનો આરોપ રદ્દ કરવામાં આવે. જો કે ગુજરાત હાઇકોર્ટે તેની આ અરજીને ફગાવી દીધી છે.

આનંદી બેન દશેરાના દિવસે કરી શસ્ત્રોની પૂજા

આનંદી બેન દશેરાના દિવસે કરી શસ્ત્રોની પૂજા

ગુરુવારે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેને આયુધ પૂજા કરી. આ પ્રસંગે તેમણે પોલિસ કર્મચારીઓના બાળકોના ભણતર અને પોલિસના હેલ્થ ચેકઅપ પર વધુ ધ્યાન આપવાની વાત પર ભાર મૂક્યો.

ગુજરાતમાં 22 નવેમ્બરે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ

ગુજરાતમાં 22 નવેમ્બરે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં 22 નવેમ્બરથી યોજાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ. બે તબક્કામાં આ ચૂંટણી યોજવામાં આવશે. ફરજિયાત ચૂંટણી અને નાટો પણ આ ચૂંટણી દરમિયાન લગાવામાં આવશે.મનપાની આ ચૂંટણીમાં ઇ વોટિંગ પણ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સાથીદારો 29 ઓક્ટોબર સુધી પોલિસ રિમાન્ડ પર

હાર્દિક પટેલ સાથીદારો 29 ઓક્ટોબર સુધી પોલિસ રિમાન્ડ પર

ગુરુવારે રાજદ્રોહના આરોપ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે તેમને 29 ઓક્ટોબર સુધી રિમાન્ડમાં મોકલ્યા હતા. વધુમાં કોર્ટે આરોપીઓની પૂછપરછ દરમિયાન વકીલને તેમની સાથે હાજર રહેવાની છૂટ આપી હતી. નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્સે આ તમામ વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે.

અજાણ્યા શખ્સોએ લગાવી એસટી બસને આગ

અજાણ્યા શખ્સોએ લગાવી એસટી બસને આગ

અમદાવાદ જિલ્લાના ગીતાપુરા ગામની મંદિરની બહાર 3 અજાણ્યા વ્યક્તિઓએ એક એસટી બસને આગ લગાવી હતી. આ લોકોના ફોટો સીસીટીવી કેમેરા કેદ થતા પોલિસે તેમની ઓળખ માટે આ સીસીટીવી ફૂટેજના ફોટોને જાહેર કર્યા છે.

અરવલ્લીમાં બે લોકોની લાશ મળી

અરવલ્લીમાં બે લોકોની લાશ મળી

અરવલ્લીના ભાડના ઝાંઝરી ધરામાં એક પુરુષ અને સ્ત્રીની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસ મુજબ બન્નેની ડૂબીને મોત થઇ છે. જો કે આ લોકોની ઓળખ કરવા માટે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં પોલિસની હાજરી થઇ 1 કરોડની ચોરી

જૂનાગઢમાં પોલિસની હાજરી થઇ 1 કરોડની ચોરી

ગુરુવારે, જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલ પ્રસિદ્ધ વાધેશ્વરી માતાના મંદિરમાંથી તસ્કરો 1 કરોડના આભૂષણોની ચોરી કરી ગયા. તસ્કરોએ મંદિરના સીસીટીવી પણ બંધ કર્યા હતા અને તેનો ડેટા પર ડિલિટ માર્યો હતો. નોંધનીય છે કે આ ચોરી થઇ ત્યારે ત્યાં પોલિસનો પહેરો હતો છતાં ચોરી થતા 1 એએસપી અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પોરબંદરમાં ડેન્ગ્યુના લીધે 15 બાળકો હોસ્પિટલમાં

પોરબંદરમાં ડેન્ગ્યુના લીધે 15 બાળકો હોસ્પિટલમાં

પોરબંદરમાં 15 બાળકોને થયો ડેન્ગ્યૂ.સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ, જેમાંથી બે બાળકોની તબિયત વધુ લથડતા તેમને જામનગર ખસેડવામાં આવ્યા.

ક્રોંગ્રેસ નેતાઓએ આસાપુરા મંદિરમાં કરી શસ્ત્ર પૂજા

ક્રોંગ્રેસ નેતાઓએ આસાપુરા મંદિરમાં કરી શસ્ત્ર પૂજા

ગુરુવારે, અમદાવાદ પાસેના થલતેજના શિલજ ગામ ખાતે આવેલા આસાપુરા મંદિરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. જેમાં ક્રોંગ્રેસના ભાવસિંહ રાઠોડ અને જગદીશ ઠાકોરે હાજરી આપી.

ગુજરાતભરમાં યોજાયો રાવણ દહનનો કાર્યક્રમ

ગુજરાતભરમાં યોજાયો રાવણ દહનનો કાર્યક્રમ

ગુરુવારે, નવમી અને દશેરો સાથે હોવાના કારણે અનેક જગ્યાએ સાંજે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને રાવણ દહનના આ કાર્યક્રમને માણ્યો.

English summary
October 23: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X