જૂનાગઢના રેલ્વે-બસ સ્ટેશનને બોમ્બ ઉડાવાની મળી ધમકી

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

 

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જૂનાગઢના રેલ્વે-બસ સ્ટેશનને બોમ્બ ઉડાવાની મળી ધમકી
  

જૂનાગઢના રેલ્વે-બસ સ્ટેશનને બોમ્બ ઉડાવાની મળી ધમકી

શુક્રવારે, જૂનાગઢ બસ સ્ટેશનમાં જૂનાગઢ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને મહાપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાનો એક નનામી પત્ર મળી આવતા પોલિસ બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ સાથે આ વિસ્તારો પર પહોંચી સધન તપાસ હાથ ધરી હતી. જો કે કંઇ શંકાસ્પદ વસ્તુ પ્રાપ્ત નહતી થઇ

22 નવેમ્બરથી કોપોરેશનની ચૂંટણી શરૂ
  

22 નવેમ્બરથી કોપોરેશનની ચૂંટણી શરૂ

ગુજરાતમાં આજથી આચાર સહિતા લાગુ કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે શુક્રવારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે 2 નવેમ્બરે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડશે. 7 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરાશે અને 22મી નવેમ્બરે કોર્પોરેશનની ચૂંટણી અને 29 નવેમ્બરે તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી કરવામાં આવશે.

અમદાવાદમાં મૌલવી કર્યા 3 સગીરા સાથે શારીરિક અડપલાં
  
 

અમદાવાદમાં મૌલવી કર્યા 3 સગીરા સાથે શારીરિક અડપલાં

અમદાવાદના નારોડ પાટિયા વિસ્તારના પોલિસ સ્ટેશનમાં એક મદ્રેસાના મૌલવીએ 3 સગીરા સાથે શારિરીક અડપલા કર્યાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવી છે. આ મૌલવીએ આ યુવતીઓને અશ્લીલ પુસ્તક રાખવા અને કોઇને પણ કહ્યું તો જાનથી મારી નાખવીની ધમકી પણ આપી હતી તેવું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

અમદાવાદમાં ક્રોંગ્રેસ કર્યો મોંધવારીનો વિરોધ
  

અમદાવાદમાં ક્રોંગ્રેસ કર્યો મોંધવારીનો વિરોધ

શુક્રવારે, અમદાવાદ અપના બજાર ખાતે ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ મોંધવારીના વિરુદ્ધમાં હલ્લા બોલ કાર્યક્રમ કર્યો હતો. અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

સામ પિત્રોડાએ કર્યું અમદાવાદમાં પોતાના પુસ્તકનું વિમોચન
  

સામ પિત્રોડાએ કર્યું અમદાવાદમાં પોતાના પુસ્તકનું વિમોચન

શુક્રવારે, જાણીતા એન્જિનિયર અને પોલિસીમેકર સામ પિત્રોડાએ તેમના પુસ્તક ડ્રિમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટર ઇન્ડિયાનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે મોદીનો આ પ્રોજેક્ટની શરૂઆત રાજીવ ગાંધીના સમયથી થઇ હતી.

સુરત પંચાયતની ઓફિસમાં સ્લેબ પડ્યો
  

સુરત પંચાયતની ઓફિસમાં સ્લેબ પડ્યો

સુરતના તાલુકા પંચાયતની જૂની ઓફિસમાં સ્લેબ તૂટી જતા 2 અરજદારો ઇજાગ્રસ્ત થયા છે. હિસાબી અને શિક્ષણ સંસ્થાના કર્મચારીઓ કામ કરતા હતા તે સમયે સ્લેબ તૂટી ગયો હતો.

વડોદરા
  

વડોદરા

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નાની મસ્જિદ પાસે મુસ્લિમ બિરાદરોએ ચાંદીના તાજિયા બનાવ્યા હતા. મુહરમના પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરોએ વડોદરામાં તાજિયા નીકાળ્યા હતા.

વડોદરાનો અજય સર્જરી કરાવી બન્યો આકૃતિ
  

વડોદરાનો અજય સર્જરી કરાવી બન્યો આકૃતિ

વડોદરામાં પહેલી વાર સફળ જાતિપરિવર્તનનું ઓપરેશન કરાવીને અજય નામને યુવકને ડોક્ટરોએ આકૃતિ નામની યુવતીની નવી ઓળખ આપી છે. અજય નાનપણથી જ છોકરીઓ જેવું વર્તન કરતો હતો અને તેને પોતાની ઇચ્છાથી જાતિપરિવર્તનનું ઓપરેશ કરાવ્યું હતું. ત્યારે આ ઓપરેશન કરનાર ડોક્ટરોનું કહેવું છે કે જાતિપરિવર્તનનું આ ઓપરેશન ગુજરાતનું પહેલું ટ્રાન્સજેન્ડર ઓપરેશન છે.

English summary
October 24: Top Local news of Gujarat read in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.