For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં લોકોએ બપોરના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદ

અમદાવાદ

ગુજરાતના અમદાવાદમાં લોકોએ બપોરના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. લોકોમાં ભય અને ડરનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં લોકો પોતાની ઓફિસની બહાર આવી ગયા હતા.

ભૂકંપના આંચકા

ભૂકંપના આંચકા

પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના આંચકાના અનુભવ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકાનો અનુભવ થતા જ લોકો રસ્તાઓ પર આવી ગયા હતા અને પોતાના સ્નેહીજનોના ખબરઅંતર પૂછવા માટે મોબાઇલ ફોન પર વાત કરી રહ્યાં હતા.

અમદાવાદમાં પીંકેથોનનું આયોજન

અમદાવાદમાં પીંકેથોનનું આયોજન

અમદાવાદમાં રવિવારે વહેલી સવારે NIDથી એલિસબ્રિઝ સુધી પીંકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શહેરની લગભગ 500 મહિલાઓએ ભાગ લીધો હતો.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

રાજ્યના હવામાનમાં રાત્રી દરમ્યાન ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ત્યારે સ્વાઇન ફ્લુ પણ દેખા દઇ રહ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વાઇન ફલૂના કુલ ચાર દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાંથી એક દર્દીને સાજો થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.

પિતા બન્યો હેવાન, 16 વર્ષની કિશોરીની ફરિયાદ

પિતા બન્યો હેવાન, 16 વર્ષની કિશોરીની ફરિયાદ

વડોદરાના આજવા વિસ્તારમાં રૂંવાડા ઉંચા થઇ જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જી હા, 16 વર્ષની કિશોરીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેકે તેના પિતાએ તેને ડરાવી ધમકાવીને તેની સાથે બે વખત દુષ્કર્મ કર્યું છે. આ સંદર્ભમાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.

ગીતા સ્વદેશ પરત: મૂળ ગુજરાતી ફૈઝલ ઇદી બન્યા બજરંગી ભાઇજાન

ગીતા સ્વદેશ પરત: મૂળ ગુજરાતી ફૈઝલ ઇદી બન્યા બજરંગી ભાઇજાન

વર્ષો પહેલા ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં જઇ ચઢેલી મૂકબધિર ગીતા આખરે સ્વદેશ પરત ફરી છે. પરંતુ પાકિસ્તાનથી ભારત ફરવાની તેની આખીય વાત બજરંગી ભાઇજન ફિલ્મ કરતા જરા પણ અલગ નથી. જી હા, ગીતા સ્વદેશ પરત પાછી ફરી તેની પાછળ પાકિસ્તાનમાં વસતા પણ મૂળ ગુજરાતી એવા ફૈઝલ ઇદીએ ઘણી મહેનત કરી છે. તેઓ પાકિસ્તાનની એક સંસ્થા 'ઈદી ફાઉન્ડેશન'ના ચેરમેન છે.

શરદપૂનમની રાત્રે યુવા હૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ

શરદપૂનમની રાત્રે યુવા હૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ

આજે આસો શુકલ પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમા છે. આજે પણ નવરાત્રિની જેમ જ મહારાસ રચાશે, અને યુવાહૈયાઓ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવશે. રાજ્યના વિવિધ શહેરોમાં ઠેકઠેકાણે શરદ પૂર્ણિમાને લઇને ખાસ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

શરદપૂર્ણિમાની રઢિયામણી રાત

શરદપૂર્ણિમાની રઢિયામણી રાત

આજે શરદપૂર્ણિમાની રઢિયામણી રાત છે. શાસ્રોમાં શરદપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત હોય છે. અને તેથી લોકો સવારથી જ ઉપવાસ રાખીને રાત્રે પ્રભુપૂજન કરીને ત્યારબાદ ચંદ્રના કિરણોમાં દુધપાક કે ખીર રાખીને તેનું સેવન કરશે અને તેની સાથે બટાકાવડાની લિજ્જત પણ માણશે.

નવા વર્ષમાં સોમનાથ મંદિર ઝળહળશે અનેક દીવાઓથી

નવા વર્ષમાં સોમનાથ મંદિર ઝળહળશે અનેક દીવાઓથી

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરનું પરિસર દીવાળી અને નવા વર્ષની સાંજે હજારો દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠશે.

English summary
October 26: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X