જો અનામત નહીં મળે તો ધર્મપરિવર્તન કરશું: નલિન કટોડિયા

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

 

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જો અનામત નહીં મળે તો ધર્મપરિવર્તન કરશું: નલિન કટોડિયા
  

જો અનામત નહીં મળે તો ધર્મપરિવર્તન કરશું: નલિન કટોડિયા

ધારીના ભાજપના ધારાસભ્ય નલિન કટોડિયાએ જો પાટીદારોને અનામત ના આપી તો સામૂહિક પણ ધર્મપરિવર્તન કરવાની ધમકી ઉચ્ચારી છે. વધુમાં આવનારી સ્થાનિક ચૂંટણીમાં બીજેપીને મત ના આપવાની હાલક પણ કરી છે.

અમદાવાદમાં હાર્દિક પટેલ મામલે અન્ય ત્રણની અટક
  

અમદાવાદમાં હાર્દિક પટેલ મામલે અન્ય ત્રણની અટક

હાર્દિક પટેલની ધરપકડ બાદ અમદાવાદના રામોલમાં થયેલા ધર્ષણ મામલે રામોલ પોલિસે 3 વ્યક્તિઓની અટક કરીને પૂછપરછ શરૂ કરી છે. આ ત્રણેય પર પથ્થરમારો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

વડોદરામાં સયાજી રાવ હોસ્પટિલને ઉડાવી દેવાની મળી ધમકી
  
 

વડોદરામાં સયાજી રાવ હોસ્પટિલને ઉડાવી દેવાની મળી ધમકી

પાછલા કેટલાક સમયથી વડોદરામાં નનામી પત્રનો આતંક છે. પત્ર દ્વારા યુનિવર્સિટી, રેલ્વે સ્ટેશન ઉડાવાની ધમકી મળે છે. તેમાં જ મંગળવારે વડોદરાની સયાજી રાવ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળતા ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડે સધન તપાસ હાથ ધરી હતી. પણ વાધાંજનક કંઇ નહતું મળ્યું.

સાંબરકાંઠામાં 6 વર્ષની બાળક પર પડોશી કર્યો બળાત્કાર
  

સાંબરકાંઠામાં 6 વર્ષની બાળક પર પડોશી કર્યો બળાત્કાર

મંગળવારે, સાંબરકાંઠાના ઇડર પાસે આવેલા સુંદરપુર ગામમાં 6 વર્ષની બાળકી સાથે ઘરની બાજુમાં રહેતા કિશોરે બળાત્કાર કરતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને જાદર પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

દમણમાં કમળની થઇ કારમી હાર, પંજાએ જીતી ચૂંટણી
  

દમણમાં કમળની થઇ કારમી હાર, પંજાએ જીતી ચૂંટણી

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 માંથી 14 બેઠકો પર ક્રોંગ્રેસનો વિજય થયો છે. અને ખાલી 6 બેઠકો જ ભાજપના હાથમાં આવી છે. ત્યારે દમણમાં બીજેપીની કારમી હાર થઇ છે.

20 ગામના ખેડૂતોએ જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન કર્યો વિરોધ
  

20 ગામના ખેડૂતોએ જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન કર્યો વિરોધ

પાછલા કેટલાક વખતથી જૂનાગઢ પાસેના વિસ્તારોને ઇકો સેન્સિટીવ ઝોન જાહેર ન કરવાની માંગ કરનારા આ વિસ્તારના 20 ગામોના ખેડૂતોએ મંગળવારે રેલી નીકાળી તેનો વિરોધ કર્યો હતો. જેમાં ક્રોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ પણ હાજરી આપી હતી.

સાબારકાંઠામાં દાળના વેપારીઓને ત્યાં દરોડા
  

સાબારકાંઠામાં દાળના વેપારીઓને ત્યાં દરોડા

દાળોના આસમાને ચઢતા ભાવો અને તેની કાળા બજારીને અટકાવા માટે સરકારે હવે સધન પગલા લીધા છે. વડોદરા બાદ સાબરકાંઠાના મોડાસામાં દાળના વેપારીને ત્યાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં દિવાલ ધસી પડતા 1 મજૂરનું મોત
  

અમદાવાદમાં દિવાલ ધસી પડતા 1 મજૂરનું મોત

અમદાવાદમાં આવેલા શાહપુરના ઉપરકોટ વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગની દિવાલ ધસી પડતા ત્યાં હાજર મજૂર દિવાલ નીચે દટાયો હતો. જેને સારવાર માટે વી.એસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર મજૂરનું નામ લક્ષ્મણ ભાઇ હતું.

English summary
October 28: Top Local news of Gujarat read in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.