For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસને કારણે ગુજરાતમાં બીજું મોત, અમદાવાદની મહિલાએ દમ તોડ્યો

કોરોના વાયરસને કારણે ગુજરાતમાં બીજું મોત, અમદાવાદની મહિલાએ દમ તોડ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં કોરોનાવાઈરસથી સંક્રમિત 85 વર્ષીય એક મહિલાનું બુધવારે મોત થયું છે. દેશમાં કોરોનાથી આ 12મું મોત છે. 85 વર્ષીય વૃદ્ધ મહિલાએ હાલમાં જ વિદેશ યાત્રા કરી હતી અને તે બાદથી જ તેનામાં કોરોનાના લક્ષણો જણાયા હતા. તેમને 22 માર્ચે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવ્યાં હતાં. અગાઉ મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં પણ એકએક મોત થઈ ચૂક્યાં છે.

Coronavirus

Recommended Video

26 માર્ચ, કોવિડ 19ઃ અમદાવાદમાં કોરોના 15 પોઝિટિવ કેસમાંથી એકનું મોત

સ્વાસ્થ્ય વિભાગે ટ્વીટ કર્યું, કોરોનાવાઈરસથી સંક્રમિત એક દર્દીનું અમદાવાદમાં આજે મોત થયું છે. તેમણે વિદેશ યાત્રા કરી હતી અને કોરોનાવાઈરસના લક્ષણ સામે આવ્યા બાદ 22 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું કે તેઓ કેટલીય બીમારીઓથી પીાઈ રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કેઅગાઉ 22 માર્ચે 67 વર્ષીય એક દર્દીનું સુરતમાં કોરોનાના કારણે મોત થઈ ગયુ હતું.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 39 લોકોના કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 2ના મોત થઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડાઓ મુજબ બુધવારેદેશમાં સંક્રમિતોની સંખ્યા 659 સુધી પહોંચી ગઈ છે જેમાંથી 43 ઠીક થઈ હોસ્પિટલેથી ઘરે પાછા આવી ચૂક્યા છે. કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.

જ્યારે આ ખતરનાક વાયરસથી ઈન્ફેક્શન થવા પર ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોજનો જીવ ચાલ્યો ગયો. તેઓ 59 વર્ષના હતા. ન્યૂ જર્સીમાં રહેતા કાર્ડોજ 19 માર્ચે કોરોનાવાઈરસથી પૉઝિટિવ થયા હતા. ચિંતાની વાત એ છે કે ફ્લૉએડ આ મહિને મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી પણ આપી હતી. એવામાં તે પાર્ટીમાં આેલા લોકોની ચિંતા પણ વધી શકે છે.

ગુજરાતથી પગપાળા રાજસ્થાન જવા મજબૂર થયા સેંકડો મજૂરગુજરાતથી પગપાળા રાજસ્થાન જવા મજબૂર થયા સેંકડો મજૂર

English summary
One coronavirus positive patient, an 85-year-old woman, passed away in Ahmedabad today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X