For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદમાં પોલીસ પર ફરી હુમલો, શું ખાખીથી નથી થતી પોતાની જ રક્ષા?

|
Google Oneindia Gujarati News

અમદાવાદના શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યાની ધટના હજી સમી નથી ત્યાં જ કોટડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ પર આરોપીના મળતિયાઓએ હુમલો કરવાની ધટનાએ ખાખી વર્દી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાતમાં જ્યાં એક બાજુ હિંસા અને ગુનાઓના આંકડા વધી રહ્યા છે ત્યાં જ ગુનાખોરોને કાબુમાં રાખનારી ખાખીની પોતાની સુરક્ષા પર હવે સવાલિયા નિશાન લાગ્યા છે. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે લોકોની રક્ષા માટે લદાયેલી પોલીસ શું પોતાની સુરક્ષા કરવા સક્ષમ છે?

એક બાજુ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યા બાદ અનેક નવા સમીકરણો નવા વિવાદ ઊભા કર્યા છે ત્યાં જ બીજી ધટનામાં પણ પોલીસ સ્ટેશનમાં જ પોલીસની ધુલાઇ કરવામાં આવી છે. નોંધનીય છે કે પોલિસ દ્વારા અનેક સારા કામો પણ થઇ રહ્યા છે. પણ હાલમાં જે નવા સમીકરણો આવી રહ્યા છે તે સવાલ કરે છે કે પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી તો નથી ગયો ને?ત્યારે આ બન્ને ધટનામાં હજી સુધી અપટેડ છે તે વિષે વધુ જાણો અહીં...

પોલીસ સ્ટેશનમાં પોલીસની પીટાઇ

પોલીસ સ્ટેશનમાં પોલીસની પીટાઇ

બુધવાર રાત્રે અમદાવાદમાં દારૂના કેસમાં પકડાયેલા રણજીતના નામના આરોપીને છોડાવવા માટે તેના મળતિયા પોલીસ સ્ટેશને આવ્યા હતા. આ મળતિયાઓમાંથી એક વ્યક્તિએ પીએસઓ મનુભાઈ અને કોન્સ્ટેબલ જીતેન્દ્ર મહેતા પર ચપ્પુ અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં જીતેન્દ્રભાઈને માથામાં 19 ટાકા આવ્યા છે. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ

ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ

તો બીજી તરફ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં આરોપી મનીષના રિમાન્ડ પૂરા થતા ફોજદારી કોર્ટ પોલીસની વધુ રિમાન્ડમાં માંગને ફગાવી દીધી હતી. જેનાથી મૃતકના પરિવારો હતપ્રદ થઇને સીબીઆઇ તપાસની માંગ કરી હતી.

ચંદ્રકાંત મકવાણા

ચંદ્રકાંત મકવાણા

નોંધનીય છે કે ચંદ્રકાંત મકવાણાએ પોતાની મૃત્યુના એક અઠવાડિયા પહેલા જ તેમની પત્નીને લેણદારોના નામની યાદી આપી હતી. જે બતાવે છે કે બની શકે ચંદ્રકાંતને તેની મૃત્યુનો આભાસ પહેલેથી જ થઇ ગયો હોય?

ગુનાખોરી વધી છે.

ગુનાખોરી વધી છે.

ગુજરાતમાં ગુનાખોરી વધી છે. ક્રાઇમના આંકડા પણ તે જ બતાવે છે કે કેટલાક વર્ષોથી ગુજરાતની શાંતિ ખોરવાઇ છે. વળી હાલમાં જ વનઇન્ડિયા ગુજરાતી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 62 ટકા લોકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે.

ખાખી પર ડાધ

ખાખી પર ડાધ

ત્યારે હાલમાં જ અમદાવાદમાં બનેલા બે અલગ અલગ કિસ્સામાં પોલિસ કર્મીઓ પર પોલિસ સ્ટેશનમાં જ મારપીટ અને હત્યા કરવાની ધટનાએ ખાખીની પોતાની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા કરી દીધા છે?

English summary
One More Attack on Ahmedabad police, what's the sign?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X