10 દિવસમાં વધુ એક ફાંસી, પોક્સો અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
સુરત : પાંડેસરાના એક વ્યક્તિને 10 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. છેલ્લા 10 દિવસમાં છોકરીઓ પર બળાત્કાર અને હત્યા કરવા બદલ ફાંસીની સજાનો આ બીજો કેસ છે. આ પહેલા 7 ડિસેમ્બરના રોજ પણ પોક્સો કોર્ટે તેને આવા જ કેસમાં મોતની સજા સંભળાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કારી પાંડેસરાના પ્રેમનગરમાં રહેતો હતો, તેનું નામ દિનેશ બૈસાણે છે. તેણે જે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, તે દિનેશ તેના માનેલા મામા છે. રિપોર્ટ અનુસાર 7 ડિસેમ્બર, 2020ના રોજ પાંડેસરામાં તે બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો.
જે બાદ દિનેશે તેના પર બળાત્કાર કર્યો હતો, અને જ્યારે છોકરીએ પ્રતિકાર કર્યો, ત્યારે બાળકી મરી ન જાય ત્યા સુધી તેના માથા પર ઇંટ વડે મારતો રહ્યો હતો. આ બર્બર ઘટનાને જોતા કોર્ટે દોષિતો પર કોઈ દયા બતાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
એક વર્ષ પહેલા બળાત્કાર અને હત્યા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિતને ફાંસીની સજા સંભળાવી હતી. તે જ સમયે કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના માતા પિતાને 15 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 ડિસેમ્બરના રોજ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યો હતો.
29 નવેમ્બરથી ચાલી રહી છે સતત સુનાવણી
29 નવેમ્બરથી કોર્ટમાં આ કેસની સતત સુનાવણી ચાલી રહી હતી. વકીલે જણાવ્યું કે, POCSO એક્ટની વિશેષ અદાલત દ્વારા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ આ કેસમાં ઝડપી સુનાવણી ચલાવવાનો નિર્દેશ મળ્યા, બાદ 29 નવેમ્બરથી આ કેસમાં સતત સુનાવણી ચાલી રહી હતી.
આ કેસમાં 8 ડિસેમ્બરના રોજ અંતિમ દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે 10 ડિસેમ્બરના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે બાદ આજે તેમને સજા સંભળાવવામાં આવી છે.