One Nation One Ration Card: ગુજરાત-હરિયાણા સહિત 9 રાજ્યોમાં લાગુ થઈ યોજના, જુઓ યાદી
અમદાવાદઃ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના 'વન નેશન વન રાશન કાર્ડ'ની પ્રણાલી ગુજરાત સહિત દેશમાં 9 રાજ્યોમાં લાગુ થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં હરિયાણા, ગોવા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તેલંગાના, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશ છે. વન નેશન વન રાશન કાર્ડ હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય તેમજ સુરક્ષા કાયદો(એનએફએસએ) ની સીમામાં આવતા લાભાર્થીઓને દેશભરમાં ક્યાંય પણ યોગ્ય મૂલ્ય દુકાન(એફપીએસ)થી રાશન લેવાની સુવિધા મળશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજનાનો ઉદ્દેશ પ્રવાસી મજૂરો જેવા નબળા વર્ગોને દેશમાં ક્યાંય પણ સસ્તી કિંમતે ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત આ સુવિધાની સીમામાંથી નકલી લોકોને બહાર કાઢવાની કવાયત પણ ચાલી રહી છે. આના માટે બધા લાભાર્થીઓના રાશન કાર્ડથી લિંક કરવા તેમજ બાયોમેટિક પ્રમાણીકરણની સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. સરકારનુ કહેવુ છે કે અત્યાર સુધી 9 રાજ્યોએ સફળતાપૂર્વક સાર્વજનિક વિતરણ પ્રણાલી(PDS) સુધારો પૂરો કર્યો છે.
એક અધિકારીએ કહ્યુ કે આ યોજનાને લાગુ કરનાર રાજ્યોને વધુ મદદ તરીકે 23,523 કરોડ રૂપિયાની લોન લેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કાર્યની પૂર્તિ બાદ ગુજરાત 4352 કરોડ રૂપિયાની વધુ આર્થિક મદદ લઈ શકે છે. તેમણે કહ્યુ કે આ યોજના માટે રાશન કાર્ડની આધાર સીડિંગ, રાજ્યની બધી યોગ્ય મૂલ્યની દુકાનો પર લાભાર્થીઓની બાયોમેટ્રિક પ્રણાલી શરૂ કરવામાં આવી છે.
Netflix પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સીરિઝ અને ફિલ્મો