આપના યતિન ઓઝાએ અમિત શાહ પર લગાવ્યો આ આરોપ

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ રાજકારણ સળવળ્યું હોય તેમ લાગે છે. આમ આદમી પાર્ટીના નેતા યતિન ઓઝાએ અમિત શાહ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે શાહના માણસો કાળા નાણાને સફેદ કરી રહ્યા છે.

amit shah

યતિન ઓઝાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે. તેમ જ માંગણી કરી છે કે નોટબંધીના નિર્ણયની જાહેરાતના બે દિવસ અગાઉ કેટલુ સોનું વેચાયુ અને કેટલી પ્રોપર્ટી વેચાઇ તેની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવે.

યતિન ઓઝાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બેંકની બહાર અમિત શાહના માણસો કરોડની બેગ સામે 63 લાખ નવી નોટ આપી રહ્યા છે અને આ અંગેનો વીડિયો હોવાનો પણ ઓઝાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ વીડિયો તે 2017ના ઓક્ટોબર મહિનામાં વાઇરલ કરશે. જો કે ભાજપના કેટલાક નેતાઓએ તમામ આરોપેને ખોટા ગણાવ્યા છે.

English summary
Open letter to Modi by Yatin Oza Ex-Modi confidant and now aap leader on demonetisation. Read here what he says
Please Wait while comments are loading...