Opinion: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024થી ભારત બનશે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી

Opinion: ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા. આવી એક સર્વમાન્ય ઓળખ છે અને એ મહદંશે સાચી પણ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ભારતના ગ્રોથ એન્જિન તરીકે રીતે જાણીતી છે. વર્ષ 2026-27 સુધીમાં USD પાંચ ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતની ભૂમિકા અગત્યની બની રહેવાની છે.

ગુજરાતે વર્ષ 2020-21માં ભારતના જીડીપીના 8.36 ટકાના હિસ્સાથી વધીને વર્ષ 2026-27 સુધીમાં લગભગ 10 ટકા હિસ્સા સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓક્ટોબર-2019થી સપ્ટેગમ્બર-2022 દરમિયાન, FDI માં 18.0 ટકા યોગદાન સાથે ગુજરાતે રૂપિયા 228833 કરોડ (US 30660 ડોલર મિલિયન)ની વિદેશી સીધી મૂડી આકર્ષિત કરી છે.

VGGS 2024

એન્‍યુઅલ સર્વે ઓફ ઈન્ડકસ્ટ્રી૮ઝ (ASI) 2019-20ના પરિણામો અનુસાર, ગુજરાત કુલ ઉત્પાયદન, સ્થા યી મૂડી અને ચોખ્ખીઓ મૂલ્ય વૃદ્ધિ (NVA)માં અનુક્રમે 18.2 ટકા, 20.6 ટકા અને 15.7 ટકાના હિસ્સા સાથે દેશમાં પ્રથમ છે. નેશનલ મેન્યુયફેક્ચ્રિંગ જીડીપી 2020-21માં મેન્યુ ફેક્ચકરિંગ સેક્ટનરમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ 18.74 ટકા છે. વર્ષ 2021-22 માટે ગુજરાત રાજયનું કુલ GST કલેક્શચન રૂપિયા 90892 કરોડ, જ્યારે વર્ષ 2022-23 (એપ્રિલ 2022 - નવેમ્બર 2022)માં તે રૂપિયા 71243 કરોડ છે. ગુજરાત ચાર અક્ષરનો શબ્દ આજે વિકાસનો પર્યાય બની ગયો છે.

વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ જેવા કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે. દીર્ઘદ્રષ્ટા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા અથાગ પ્રયાસોના પરિણામે ગુજરાત ઉદ્યોગકારો માટે સ્વર્ગ બની ગયું છે. ગુજરાત સરકારનું મુખ્ય ફોકસ સર્વસમાવેશક વિકાસ છે. વિકાસ માટેના મુખ્ય ક્ષેત્રો તરીકે નવીનીકરણ, સસ્ટેનેબિલિટી (ટકાઉપણું), યુવા અને કૌશલ્ય વિકાસ અને નોલેજ શેરિંગને ઓળખવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપ અને ઇનોવેશન આર્થિક વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત તેઓ વધુ સ્માર્ટ, જેન નેક્સ્ટ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે નવીનતા લાવી અને સ્પર્ધાને વેગ આપી આર્થિક ગતિશીલતા લાવે છે. ગુજરાતે વ્યાપક ઉદ્યોગ સાહસિકતાની તેની સહજ શક્તિને કારણે રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાત ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ સ્ટાર્ટઅપ્સને આપવામાં આવેલા પ્રોત્સાહનોએ નોડલ સંસ્થાઓનું મજબૂત નેટવર્ક બનાવવામાં મદદ કરી છે, અને કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી/ઉત્પાદનો વિસ્તાર કર્યો છે. એક સહજ પ્રશ્ન એ પણ થાય કે, કઇ યોજનાઓ અન્વયે યુવાનોને સહાયતા પ્રાપ્ત થઇ રહી છે? તો એનો સીધો જવાબ એ છે કે, ઉદ્યોગ અને ખાણ વિભાગની સ્ટાર્ટઅપ્સને સહાયતા માટેની યોજના અને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP - 2.0) છે.

ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ સ્ટાર્ટઅપ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો, સ્ટાર્ટઅપ દીઠ INR 30 લાખ સુધીનો seed support આપવામાં આવે છે. સામાજિક ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને INR 10 લાખની વધારાનો seed support પણ પૂરો પાડવામાં આવે છે.

નિર્વાહ ભથ્થા તરીકે, માસિક INR 20000 એક વર્ષ માટે અને women led સ્ટાર્ટઅપ્સ/ગ્રાસરૂટ સ્ટાર્ટઅપ્સના કિસ્સામાં માસિક INR 25000ની સહાય અપાય છે. Acceleration પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ INR 3 લાખની સહાય પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પ્રોત્સાહનોમાં તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ INR 1 લાખ સુધીની સહાય અપાય છે. માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરિંગના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ INR 1 લાખની સહાય મળે છે.

ગુજરાતના 9100+ સ્ટાર્ટઅપને ભારત સરકારના DPIIT (ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રાસરૂટ સ્ટાર્ટઅપ્સ અને બિનપરંપરાગત ઊર્જા, ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને સમર્થન વિશે વિગતે સમજવા જેવી વાત છે. સ્ટાર્ટઅપ્સને સહાયતા માટેની યોજનાના ભાગ રૂપે મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને વિશેષ સમર્થન આપવામાં આવે છે.

રાજ્યમાં મહિલા ઉદ્યોગસાહસિક અને ગ્રાસરૂટ ઇનોવેશનને વેગ આપવા માટે સરકાર દ્વારા GIAN, IRMA, સૃષ્ટિ ઇનોવેશન્સ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સ્ટ્રીનોવેશન વગેરે જેવા ગ્રાસરૂટ ઇન્ક્યુબેશન સેન્ટર્સને માન્યતા આપવામાં આવેલી છે. સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ: ગુજરાતે 1979માં સમગ્ર રાજ્યમાં સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) નેટવર્ક શરૂ કર્યું હતું. 1983માં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે.

સરકાર દ્વારા સમર્થન પ્રાપ્ત વેન્ચર ફંડ ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિની સ્થાપના 1990માં ગુજરાત સરકાર અને વિશ્વ બેંકના સમર્થનથી કરવામાં આવી હતી. IIM - અમદાવાદ ખાતે 2002માં સમર્પિત ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટેની સરકારી યોજના: જાન્યુઆરી 2015માં, ઉદ્યોગ અને ખાણ વિભાગે સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના વિચારોને (Ideas) સમર્થન આપવાની યોજના: જાન્યુઆરી 2017માં, શિક્ષણ વિભાગે ગુજરાત સ્થિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે તેની એક પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડસ સ્તરે ગુજરાતના આ અભિગમને સરાહના મળી છે.

ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ તરફ કામ કરવામાં મોખરે રહી છે. વ્યાપક ઉદ્યોગસાહસિક ભાવના અને હિસ્સેદારોના સમર્થનની રાજ્યની સહજ શક્તિને કારણે, તેણે ભારત સરકાર દ્વારા સતત 2018, 2019 અને 2021માં રાજ્યના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે માન્યતા મેળવીને રાષ્ટ્રમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. રાજ્યએ 2017માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ જીત્યો છે.

ગુજરાતમાં આજે ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલ 51 નોડલ સંસ્થાઓ છે. આ ઉપરાંત પોર્ટલ પર 300થી વધુ મેન્ટર્સ સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ બનવા માટે રજિસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ 390 સ્ટાર્ટઅપ્સને કુલ INR 43 કરોડની સહાયની ચુકવણી કરવામાં આવેલા છે. સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા કુલ 125 થી વધુ પેટન્ટ ફાઈલ કરવામાં આવેલા છે.

આ માટે એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્ય પાસે સમર્પિત સ્ટાર્ટ-અપ ગુજરાત પોર્ટલ (www.startup.gujarat.gov.in) છે, જે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે સ્ટાર્ટઅપ્સને માહિતી પ્રદાન કરે છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate): એક્સેલન્સના સ્વાયત્ત કેન્દ્ર તરીકે સ્થાપિત, આ કેન્દ્ર 40 એકર કેમ્પસમાં ફેલાયેલું છે.

iCreate સ્ટાર્ટઅપ નેશન ઇઝરાયેલ અને ભારતના ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વચ્ચે સેતુ તરીકે વિકસિત થયું છે. ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE): આ કેન્દ્ર ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનું સંયુક્ત વેન્ચર છે. આ કેન્દ્ર એક વિશ્વ કક્ષાની સંસ્થા છે, જે ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમની તાલીમ, વિકાસ અને નવીનતાની જરૂરિયાતો પૂરી કરે છે.

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub): i-Hub એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા SSIP હેઠળ સ્થાપિત વાઇબ્રન્ટ ઇન્ક્યુબેશન સેટઅપ છે. ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (GVFL); તે દેશનાં સૌથી જૂના વેન્ચર ફંડ પૈકીનું એક છે. ગુજરાત સરકાર અને વિશ્વ બેંકની પહેલથી 1990માં સ્થપાયેલ, GVFL એ અદ્યતન ટેકનોલોજી પર કામ કરતા 94 સાહસોને સમર્થન આપ્યું છે, તેમ જ નવા વિચારો સાથે સાહસિકોને પ્રોત્સાહિત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X