For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી પછી મીરા કુમાર છે, ગાંધી આશ્રમની મુલાકાતે

રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમાર આજે છે ગુજરાતની મુલાકાતે. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઇને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.

|
Google Oneindia Gujarati News

આજે વડાપ્રધાન નરેન્દ્ર પણ જ્યારે ગુજરાતમાં છે ત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમારે પણ શુક્રવારે અમદાવાદના ગાંધી આશ્રમથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નામાંકન ભર્યા બાદ મીરા કુમારે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે તે 30 જૂને અમદાવાદના સાબમતી આશ્રમની મુલાકાત લઇ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. સાથે જ વિવિધ રાજ્યોમાં ફરી વિધાયકોની સાથે મુલાકાત પણ કરશે.

mira kumar

ત્યારે મીરા કુમારે આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ચરખો પણ ચલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી મીરા કુમાર લડી રહ્યા છે તો બીજી તરફ એનડીએ તરફથી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારી દેખાડી રહ્યા છે. મીરા કુમાર અને રામનાથ કોવિંદની જાતિને લઇને જ્યારે મીડિયામાં ચર્ચાઓ થઇ હતી ત્યારે મીરા કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાતિ આધારિત ચૂંટણી ન લડાવી જોઇએ પણ લાયકાત આધારિત ચૂંટણી લડાવી જોઇએ.

English summary
Ahmedabad: Opposition Presidential candidate Meira Kumar at Sabarmati Ashram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X