ભરુચ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારની જીત
ભરૂચ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ની પેટાચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર સાદેકા બીબી શાહનવાઝ શેખનો વિજય થયો છે. આ વૉર્ડ કોંગ્રેસનો ગઢ ગણાય છે જેમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડુ પાડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકા ચૂંટણીની મતગણતરી પણ થઈ રહી છે. થરા નપૃગરપાલિકામાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.

તમને જણાવી દઈએ તે ગાંધીનગર મનપાની ચૂંટણીની સાથે નગર પાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પણ પરિણામ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં પહેલુ ખાતુ તાલુકા પંચાયતની બેઠકથી ખોલ્યુ છે. અરવલ્લીમાં ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા થયા છે.
ઓખા નગરપાલિકાના એક વૉર્ડનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગરપાલિકાના વૉર્ડ નંબર 1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાયની બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ અને અમિત જતનીયા વિજેતા બન્યા છે.