For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Padmavat Row: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં બસ સેવાઓ રદ્દ

'પદ્માવત' ફિલ્મના ઉગ્ર વિરોધના પગલે રાજ્યમાં એસટી બસ સેવાઓ રદ્દશનિવારે અનેક વિસ્તારોમાં બસ અને ટાયરને આગ ચાંપવામાં આવી હતીઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ના કારણે રાજ્યમાં વિવાદ શમવાનું નામ નથી લેતો. સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ ખસેડી લેવાયા બાદ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફિલ્મનો વિરોધ ચાલુ છે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન થાય એ માટે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ જ શ્રેણીમાં શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બસ તથા ટાયરને આગ ચાંપીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે રવિવારે બેસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. બનાસકાંઠામાં 100થી વધુ બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે, પાલનપુરથી અમદાવાદ જતી તથા અંબાજીથી અમદાવાદ જતી બસો બંધ કરવામાં આવી છે. ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તકેદારી સ્વરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

padmavat row gujarat

તો પાટણમાં પણ એસટી બસના તમામ મથકો બંધ કરવામાં આવ્યા છે અને બસ મથકે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાબરકાંઠામાં પણ હિંમતનગર, મોડાસા, ઇડર સિવાયના માર્ગ પર બસ સેવા બંધ કરવામાં આવી છે. રાજપૂત સમાજના વિરોધ અને અપીલના પગલે જૂનાગઢના સિનેમા માલિકોએ આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલ રાજહંસ સિનેમા ગૃહમાં ફિલ્મ 'પદ્માવત'ના વિરોધ કરતા લોકોએ તોડફોડ પણ કરી હતી. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ફિલ્મ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આથી તકેદારી સ્વરૂપ અનેક એસટી બસ સેવાઓ રદ્દ કરવામાં આવી છે.

English summary
Padmavat row: ST bus services canceled in many areas due to protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X