For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ

વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ - 2019 માં સંભવિત વિવાદથી બચવા માટે રાજ્ય સરકારે બે જરૂરી નિર્ણયો લીધા છે.

|
Google Oneindia Gujarati News

વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ - 2019 માં સંભવિત વિવાદથી બચવા માટે રાજ્ય સરકારે બે જરૂરી નિર્ણયો લીધા છે. જેમાંથી એક અનિલ અંબાણી અને બીજુ પાકિસ્તાનના બિઝનેસ ડેલીગેટ્સને બોલાવવા. અનિલ અંબાણી જ્યાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાફેલ ડીલના કારણે ચર્ચિત છે. વળી, પાકિસ્તાન સાથે તણાવ વિશે બધાને ખબર છે. એવામાં સરકારે આ બંનેથી અંતર જાળવી લીધુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ન તો અનિલ અંબાણી સમિટમાં ભાગ લઈ શકશે કે ના તો પાકિસ્તાની પ્રતિનિધિમંડળ.

વકર્યો હતો વિવાદ

વકર્યો હતો વિવાદ

નવમી ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સામે આવતા જ વિવાદ ઉભો થઈ ગયો હતો. એક પત્રકાર સંમેલનમાં મુખ્ય સચિવ જે એન સિંહે પણ સ્વીકાર કર્યો હતો કે વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે એ પણ કહ્યુ હતુ કે જો વેપાર વધશે તો આમાં કંઈ પણ ખોટુ નથી પરંતુ સરકારે પાકિસ્તાનને કોઈ સીધુ નિમંત્રણ આપ્યુ નથી. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણમીએ આજે સવારે અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદઘાટન કર્યુ અને મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનનું કોઈ પ્રતિનિધિ નહિ હોય.

ઉદ્યોગપતિઓની અધિકૃત યાદીની ઘોષણા

ઉદ્યોગપતિઓની અધિકૃત યાદીની ઘોષણા

વિજય રૂપાણી સરકારે વાઈબ્રન્ટ વિવાદથી બચવા માટે રિલાયન્સ કમ્યુનિકેશનના ચીફ અનિલ અંબાણીને શિખર સંમેલનમાં આમંત્રિત કર્યા નથી. ગુજરાત સરકારે શિખર સંમેલનમાં ઉપસ્થિત મોટા ઉદ્યોગપતિઓની અધિકૃત યાદીની ઘોષણા કરી છે. જેમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ નથી. આનો અર્થ છે કે અનિલ અંબાણી શિખર સંમેલનમાં ઉપસ્થિત નહિ થાય.

2003થી બધી વાઈબ્રન્ટ સમિટમાં હાજર હતા અનિલ અંબાણી

2003થી બધી વાઈબ્રન્ટ સમિટમાં હાજર હતા અનિલ અંબાણી

ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી 2003થી 2017 સુધી બધી વાઈબ્રન્ટ સમિટમાં હાજર હતા પરંતુ આ વખતે આરોપ લગાવવામાં આવ્યો છે કે રાફેલ ફાઈટર જેટની ખરીદીમાં ગોટાળો થયો છે જેના પર દેશભરમાં કોંગ્રેસ સહિત વિપક્ષ અનિલ અંબાણી પર ખૂબ વરસી રહ્યા છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે રાજ્યના મુખ્ય સચિવે એ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો કે શું અનિલ અંબાણી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે કે નહિ.

આ પણ વાંચોઃ દેશમાં મહિલા એન્જિનિયરોનો બેરોજગારી દર પુરુષોની તુલનામાં 5 ગણોઆ પણ વાંચોઃ દેશમાં મહિલા એન્જિનિયરોનો બેરોજગારી દર પુરુષોની તુલનામાં 5 ગણો

English summary
Pakistan business delegates and anil ambani Not Invited for gujarat vibrant summit 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X