પંચમહાલ: ચુંટણીમાં સભ્યનું અપહરણ, ગ્રામજનોએ ચુંટણી અટકાવી

Subscribe to Oneindia News

પંચમહાલ : ગોધરા તાલુકાના કાકણપુર ગામમાં આજે ડેપ્યુટી સરપંચની ચુંટણી પહેલા ગ્રામ પંચાયતના સભ્યનું અપહરણ થતા ગ્રામજનો દ્વારા ચુંટણી અટકાવામાં આવી છે. કાક્ણપુર ગામે ગત મહીને સરપંચની ચુંટણી યોજાઈ હતી અને ડેપ્યુટી સરપંચ પદ માટે ચુંટણી યોજાવાની હતી. ચુંટણી યોજાય તે પહેલા કાકણપુર ગામના વોર્ડ નં ૬ સભ્ય વિજયસિંહને અસામાજિકતત્વો દ્વારા ગઈ કાલે મોડી રાતે અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હાલ તપાસ હાથધરી છે.

panchamahal

ડેપ્યુટી સરપંચની ચુંટણી યોજાય તે પહેલા મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામપંચાયત બહાર પહોંચી ગયા હતા સુત્રોચાર કરી ચુંટણીને અટકાવી હતી. ચુંટણી યોજવા માટે આવેલા સરકારી પ્રતિનિધિઓએ ગ્રામજનો દ્વારા અટકાવામાં આવ્યા હતા. તેમને પરત જવું પડ્યું હતું. ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જો સભ્યને પોલીસ શોધીને જ્યાં સુધી નહિ લાવે ત્યાં સુધી ચુંટણી યોજવા દેવામાં નહિ આવે. આજે ચુંટણી મોકૂફ થઇ છે પણ આવનારો સમય બતાવશે પોલીસને સભ્ય ક્યારે મળશે અને ચુંટણી ક્યારે યોજાશે.

English summary
Panchmahal :Deputy Sarpanch election abducted Gram Panchayat member villagers stopped election.
Please Wait while comments are loading...