For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા બહાર હાર્દિક સહિતના પાસના કાર્યકર્તાઓની અટકાયત

પાસના કન્વીનર હાર્દિક પટેલ આજે ગુજરાતમાં નીટ પરીક્ષાને લઈ ધરણા કરતા વાલીઓને પોતાનુ સમર્થન આપ્યું. આ માટે ગાંધીનગર પહોંચેલા હાર્દિકની અટકાયત કરવામાં આવી. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતિના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ આજે અચાનક ગાંધીનગર વિધાનસભાએ નીટની રજુઆત કરવા માટે આવી પહોંચ્યા હતા .જ્યાં ગેટ નંબર 1 પાસે તેની અટકાયત કરવામાં આવી હતી. તેની સાથે અતુલ પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાભાણીયાની પણ અટકાયત કારવામાં આવી હતી.ડેન્ટલ-મેડીકલમાં પ્રવેશ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો જેના કારણે વિદ્યાર્થીના વાલીઓએ ગુરૂવારે અમદાવાદમાં ધારણા કાર્ય હતા. જ્યાં હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતા પણ પહોચ્યા હતા અને વિદ્યાર્થીને અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી હતી.

patel hardik

વિદ્યાર્થીઓની માંગ છે કે, નીટની પરીક્ષામાં એક જ મેરીટ લિસ્ટ બને. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું એક જ મેરીટ બનતા હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની ફરિયાદ સરકાર અને ગુજરાત હાઈકોર્ટમાં પણ કરવામાં આવી હતી.તામિલનાડુમાં સરકારે વિધાર્થીઓના ફેવરમાં નિર્ણય લેતા વાત હુકમ બહાર પાડીને વિદ્યાર્થીઓને રાહત આપી હતી. તો આવી જ રાહત આપવા માટે વાલીઓ સરકારથી લઈને કોર્ટના ધક્કા ખાય રહ્યા છે. આ મામલે કોગ્રેંસ દ્વારા રાજ્યપાલને આવેદન પત્ર આપીને પણ રજૂઆત કરવામાં આવી હતી. તો આજે હાર્દિક પટેલ પાસના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યો હતો. જ્યાં તેની અટકાયત કરવામાં આવી હતી.

English summary
Pass Leader Hardik Patel's detention from Assembly today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X