For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં યોજવામાં આવી પોલીસ કર્મચારીઓ ની પાસિંગ આઉટ પરેડ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસના ઇતિહાસની સૌથી મોટી પાસીંગ આઉટ પરેડને સંબોધન કરતા 2301 નવ પ્રશિક્ષિત લોક રક્ષક યુવાઓને આહવાન કર્યું

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસના ઇતિહાસની સૌથી મોટી પાસીંગ આઉટ પરેડને સંબોધન કરતા 2301 નવ પ્રશિક્ષિત લોક રક્ષક યુવાઓને આહવાન કર્યું કે બંધારણ ને માન આપી. બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તા નો ઉપયોગ સમાજ ની સલામતી શાંતિ અને સુરક્ષા માટે કરે. ગુજરાત પોલીસ ની પાતાળ માંથી પણ ગુનેગાર શોધી કાઢી સજા કરાવવાની જે ઉજ્જવળ છાપ છે તે આ નવ પ્રશિક્ષિત યુવાન કર્મીઓ ઊંચે લઈ જશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી.

ahmedabad

લોકો ના સુખે સુખી લોકોના દુખે દુઃખી નો ભાવ સેવામાં દર્શાવી પીડિત વંચિત શોષિત ને કોઇ પરેશાની ન થાય તેવું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી એ પ્રેરણા આપી હતી. ગુજરાત માં બે દાયકા પહેલાની કાયદો વ્યવસ્થાની સ્થિતિની આલોચના કરતા વિજયભાઈ એ કહ્યું કે આપણે હવે સરકાર ની સંકલ્પ બદ્ધતા અને યુવા પોલીસ શકિતના આત્મ વિશ્વાસ થી ગુજરાત માં કોઈ ગુનેગાર આંખ પણ ઊંચી ન કરે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા,રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાં, પોલીસ કમિશનર સહિત ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત માં છેલ્લા 4 વર્ષ દરમિયાન પોલીસ વિભાગ માં ખૂબ જ મોટા પ્રમાણ માં એલ આર ડી થી લઈ ડી વાઇ એસપી સહિત ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની નિયુક્તિ થતાં પોલીસની કમગરી માં ઘણો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સાથોસાથ પોલીસ વિભાગ ને વધુ આધુનિક ટેકનોલોજી થી સજ્જ કરવામાં આવતા ગુનાના ભેદ ઉકેલવા માં મદદ મળી રહી છે.

English summary
Passing Out Parade of Police held in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X