For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણની ઘટનામાં SITએ ની ટીમે કર્યું સ્થળનું નિરિક્ષણ

પાટણમાં દલિત વ્યક્તિએ કરેલા અગ્નિસ્નાન બાદ આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા.ત્યાર બાદ રાજ્યય સરકારે આ ઘટનામાં સીટની રચના કરી હતી અને આ મુદ્દે વિશેષ તપાસ હાથ ધરી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પાટણમાં દલિત વ્યક્તિએ કરેલા અગ્નિસ્નાન બાદ આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા.ત્યાર બાદ રાજ્યય સરકારે આ ઘટનામાં સીટની રચના કરી હતી અને આ મુદ્દે વિશેષ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ સીટની ટીમ ગત આખો દિવસ તેમજ મોડી સાંજ સુધી પાટણ કલેક્ટર સાથે બેઠક યોજી હતી અને સમગ્ર ઘટના જ્યાં બની હતી અને તેનું ઝીણવટભર્યું નિરિક્ષણ પણ હાથ ધર્યું હતું.

patan

સીટના તપાસ અધિકારીઓએ મૃતક દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓ અને પુરાવા તંત્ર પાસેથી મળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટણી કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ઘટના બની હતી. ત્યારે તપાસ માટે SITની વિશેષ ટીમ બનાવાઈ હતી, જેની તપાસ આઈજી નરસિંહમા કોમર, એસ.પી. મકરંદ દવે અને નિવૃત્ત મહેસુલ સચિવ કિરીટ અધર્વ્યુ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે તપાસ કરવા માટે એસઆઈટીની ટીમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાનુભાઇ વણકરના મોત બાદ પરિવારે માંગણી કરી હતી કે ભાનુભાઇ વણકરના આત્મવિલોપનની ઘટના સમયે પોલીસ અધિકારીઓ હાજર હતા તેમ છંતાય, પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી અને ધાર્યુ હોત તો આ બનાવને રોકી શકાયો હોત. જેથી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની માંગણી કરી હતી. જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

English summary
Patan SIT Team Investigate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X