
ગુજરાતને ભગવંત માનનું વચન, કહ્યું- AAPની સરકાર બન્યા બાદ વીજળી બિલમાં રાહત મળશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતના રાજ્યથી લગભગ 25 હજાર વીજળીનાં એવાં બિલ લઈને અહીં પહોંચ્યા જેની રાશિ 'શૂન્ય' આવી છે. તેમણે વચન આપ્યું કે જો વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો ગુજરાતના લોકોને પણ વીજળીના બિલમાં આવા પ્રકારે જ રાહત મળશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની સત્તામાં આવવા પર 300 યૂનિટ વીજળી દરેક મહિને મફત આપવાનું વચન આપ્યું છે. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે ક્રમશઃ એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. મતગણતરી આઠ ડિસેમ્બરે થશે.
ભગવંત માને કહ્યું કે પંજાબમાં 75 લાખ ઘરોમાંથી 61 લાખ ઘરોના વીજળી બિલ 'શૂન્ય' આવ્યાં છે જે આમ આદમી પાર્ટી સરકારની એ પ્રતિબદ્ધતાને સાબિત કરે છે કે તેઓ જે કહે છે તેને પૂરું કરે છે. તેમણે કહ્યું, "હું શૂન્ય રાશિ વાળા વીજળીના 25 હજાર બિલ લઈને આવ્યો છું જેમાં નોંધાયેલા સરનામા અને નામની તમે તપાસ કરી શકો છો. અત્યાર સુધી પંજાબમાં લગભગ 75 લાખ વીજળીના મીટર લાગ્યાં છે અને તેમાંથી 61 લાખ ઘરોનું મહિનાનું વીજળી બિલ શૂન્ય આવ્યું છે."
અમે જે કહીએ તે કરીએ પણ છીએ
ભગવંત માને કહ્યું કે, "શૂન્ય રાશિ વાળા બિલની સંખ્યા ડિસેમ્બરમાં 67 લાખ હશે કેમ કે શિયાળામાં વીજળીની ઓછી ખપત થશે જ્યારે જાન્યુઆરીમાં આવાં બિલની સંખ્યા 71 લાખ હશે. અમે જે કહીએ છીએ, તે કરીએ પણ છીએ. આવું ગુજરાતમાં પણ થઈ શકે છે. અમે જે વચન આપ્યાં તે પૂરાં કરશું." ભગવંત માને કહ્યું કે પંજાબ સરકારે 15 ઓગસ્ટ સુધી 100 મોહલ્લા ક્લીનિકની સ્થાપના કરી છે અને 26 જાન્યુઆરી સુધી વધુ 500 મોહલ્લા ક્લીનિક સ્થાપિત કરવાની યોજના છે. તેમણે કહ્યું કે પંજાબની આપ સરકારે સરકારી કર્મચારીઓની જૂની પેંશન યોજના ચાલુ કરવાની ગેરેન્ટી આપી છે અને આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે.