• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેલૈયાઓ આનંદમાં, પેટ્રોલપંપની હડતાળ સમેટાઇ

By Super
|

અમદાવાદ, 16 ઑક્ટોબરઃ ખેલૈયાઓ અને વાહન ચાલકો માટે એક સારા સમાચાર છે કે, ગુજરાતમાં એક સિફ્ટમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવાની હડતાળ પેટ્રોલપંપ ધારકો દ્વારા સમેટાઇ લેવાઇ છે. હડતાળ સમેટી લેવા પાછળ તેમની માંગોને સ્વિકારી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે, આ બધાની વચ્ચે એ વાત સ્પષ્ટ છે કે, ક્યાંકને ક્યાંક આ માંગોનો બોજ સામાન્ય જનતાના માથે પડશે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ભરમાં સોમવારથી પેટ્રોલપંપ ધારકો દ્વારા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેટ્રોલિયમ મંત્રાલય તેમની કમિશન વધારવા સહિતની માંગોનો સ્વિકાર નહીં કરે ત્યાં સુધી આ હડતાળ ચાલું રાખવામાં આવશે. સામાન્ય જનતાને પેટ્રોલ અને ડિઝલ મેળવવામાં કોઇ હાડમારીનો સમાનો ના કરવો પડે એટલે એક સિફ્ટમાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.

મંગળવારે સવારે હડતાળને સમેટી લેતા પેટ્રોલપંપ ધારકોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી માંગોને સ્વિકારી લેવામાં આવી છે. પેટ્રોલપંપ ધારકો દ્વારા ખર્ચમાં થઇ રહેલા વધારાના પગલે કમિશનમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. પેટ્રોલપંપ ધારકો દ્વારા હડતાળ સમેટી લેવામાં આવતા ખેલૈયાઓમાં આનંદની લહેરકી છવાઇ ગઇ છે. તો વાહન ચાલકોએ હાડમારીનો સામનો નહીં કરવો પડે તે બદલ રાહતનો શ્વાસ લીધો છે.

English summary
partial strike of petrol pump owners was called off on Tuesday after written assurance from the government on commission payments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X