• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PG Medical Regulations 2021માં ગુજરાતની 30 ટકા બેઠકો ઘટશે?

|
Google Oneindia Gujarati News

PG Medical Regulations 2021 : ડ્રાફ્ટ પોસ્ટ મેડિકલ રેગ્યુલેશન્સ, 2021 ગુજરાત મુજબ PG મેડિકલ બેઠકોમાં 30 ટકાથી વધુનો ઘટાડો થઇ શકે છે, તેવી ચેતવણી તબીબી શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોએ આપી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા તેમને વ્યક્ત કરી છે.

રાજ્યમાં કુલ 1,874 PG મેડિકલ બેઠકો છે. જો ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત નવા નિયમોનો અમલ કરવામાં આવશે, તો તેમાંથી રાજ્યમાં લગભગ 600થી 700 બેઠકોનો ઘટાડો જોવા મળશે. ડ્રાફ્ટ રેગ્યુલેશન્સમાં કલમ 16.2 મુજબ સ્પેશિયાલીટીમાં PG વિદ્યાર્થીઓનો મહત્તમ ઇનટેક જ્યાં યુનિટ સૂચવવામાં આવે તેવા શૈક્ષણિક વર્ષમાં એક યુનિટ દીઠ ત્રણ PG બેઠકોથી વધુ નહીં હોય જે હાલ શૈક્ષણિક વર્ષમાં યુનિટ દીઠ છ બેઠકો છે.

નિષ્ણાંતો આ અંગે જણાવે છે કે, એક યુનિટમાં એક પ્રોફેસર, એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને એક સહયોગી પ્રોફેસર હોય છે. જ્યારે ત્રણ બેઠકો પ્રોફેસર માટે, બે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને એક સીટ એસોસિયેટ પ્રોફેસર માટે નક્કી કરવામાં આવી છે. હાલ એક યુનિટ દીઠ છ બેઠકોની મર્યાદા છે. પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં યુનિટ દીઠ ત્રણ બેઠકો

મર્યાદિત કરીને આ માળખાને બદલવાનો ઉદ્દેશ છે. આવા સમયે જ્યારે સરકાર PG મેડિકલ વિદ્યાર્થીઓ માટે બેઠકોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે, ત્યારે નિયમોનો નવો સેટ સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓને ટ્રેક પરથી ભટકાવી શકે છે.

ડ્રાફ્ટની કલમ 16.6 મુજબ સંસ્થામાં કામના ભારણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંખ્યાબંધ યુનિટ હોઈ શકે છે, પરંતુ NMCના વાર્ષિક MBBS એડમિશન રેગ્યુલેશન્સ, 2020 માટે લઘુત્તમ પ્રમાણભૂત જરૂરિયાતો અનુસાર જરૂરી યુનિટની માત્ર સંખ્યાને જ ધ્યાનમાં લેવામાં આવશે, જે મંજૂર કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠકોની સંખ્યાની ગણતરી કરવામાં આવશે.

આ ડ્રાફ્ટમાં ત્રણ વર્ષના PG અભ્યાસક્રમોમાં પ્રોફેસર્સના ક્રાઇટએરિયા બદલવાનો પ્રસ્તાવ છે. આ વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તરને વધુ અસર કરી શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. અત્યાર સુધી, પ્રોફેસર્સની પોસ્ટ માટે લાયકાત મેળવવા માટે સહાયક પ્રોફેસર્સ પાસે ચાર વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી હતો.

એક નિષ્ણાતના જણાવ્યા મુજબ ડ્રાફ્ટનો હેતુ અભ્યાસક્રમને પાંચ વર્ષમાં બદલવાનો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રોફેસર તરીકે બે યોગ્ય સંશોધન પ્રકાશનો પણ સમાવેશ કરવાનો છે.

ઘણા રાજ્યો દ્વારા આ ખરડાનો વિરોધ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોએ ડ્રાફ્ટ પીજી રેગ્યુલેશન્સની જોગવાઈને લાલ ઝંડી બતાવતા જણાવ્યું કે, આ પ્રસ્તાવથી રાજ્યની શક્તિને નુકસાન થશે. જેનો ઉદ્દેશ રાજ્ય સેવા ક્વોટાની બેઠકો માટે કાઉન્સેલિંગની નિયુક્ત સત્તા તરીકે આરોગ્ય સેવા મહાનિદેશાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના કેન્દ્રિય અને નિયુક્ત કરવાનો છે.

English summary
According to the draft Post Medical Regulations, 2021 Gujarat, PG medical seats could be reduced by more than 30 per cent, experts in the field of medical education have warned. He also expressed the possibility of a similar situation in other states of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X