• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદઃ Hello...! VS હોસ્પિટલમાં બોમ્બ ફૂટશે, સર્ચ ઓપરેશન શરૂ

|

અમદાવાદ, 8 માર્ચઃ અમદાવાદની વીએસ હોસ્પિટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો નનામો ફોન કોલ આવ્યા બાદ અમદાવાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ હોસ્પિટલ ખાતે અમદાવાદની વિવિધ એજન્સીઓ પહોંચી ગઇ છે અને સંદિગ્ધ વસ્તુ છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ ફોન કોલ કોણે કર્યો હતો તે જાણવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે પોલીસ કન્ટ્રોલ રૂમ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે વીએસ હોસ્પિટલમાં બોમ્બ ફૂટશે તેટલું કહી ફોન મુકી દીધો હતો. તાજેતરમાં જ હૈદરાબાદમાં થયેલા વિસ્ફોટો બાદ સચેત બનેલી પોલીસ દ્વારા ફોન કોલને હળવાશથી નહી લેતા તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે. હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એલિસબ્રિજ પોલીસ સહિત અમદાવાદ પોલીસની અનેક ટૂકડીઓ વીએસ હોસ્પિટલ પહોંચી ગઇ છે અને વીએસ હોસ્પિટલના અધિકારીઓની મદદથી કમ્પાઉન્ડ સહિતના આસપાસના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બીજી તરફ હોસ્પિટલમાં સારવાર રહી રહેલા દર્દીઓને કોઇ અગવડના પડે તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફોન નંબરના આધારે ફોન કરનાર વ્યક્તિની શોધખોળ ચલાવાઇ રહી છે અને તેને કયા આશયથી ફોન કર્યો છે તે જાણવા કવાયદ હાથ ધરી છે.

English summary
phone call about bomb at vs hospital in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X