For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટો : મોદીએ કર્યું ગાંધીનગર સચિવાલય જીમખાનાનું ઉદઘાટન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ઓક્ટોબર : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં 5 ઓક્ટોબર, શનિવારની સાંજે સચિવાલય ખાતે આવેલા જનનિર્મિત જીમખાનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું,

આ જીમખાનામાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં જીમ્નેશિયમ, યોગ ખંડ, સ્વીમિંગ પુલ, બોડમિન્ટન કોર્ટ અને લાયબ્રેરીનો સમાવેશ થાય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને તણાવમુક્ત બનાવવાના હેતુથી આ જિમ્નેશિયમની રચના કરવામાં આવી છે.

આમ તો વર્ષ 1970માં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું ત્યારથી જ અહીં નાનું જિમ્નેશિયમ બનાવવામાં આવ્યું હતું. જો કે ત્યારા બાદ તેમાં કોઇ નવો સુધારો કરવામાં આવ્યો ન હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાટનગરમાં વસતા સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે 43 વર્ષ બાદ તેનું રિનોવેશન કરાવીને તેને આધુનિક સ્વરૂપ આપ્યું છે.

નવા જીમખાના સંકુલમાં 20 જેટલી નાની ગેમ્સની સાથે ફિટનેસ સેન્ટર, સ્વીમિંગ પુલ, એરોબિક્સ, ફિઝિયોથેરાપી સેન્ટર, યોગ હોલ, મલ્ટીપર્પઝ કોર્ટ, સ્પોર્ટ્સ લાયબ્રેરી, કોન્પરન્સ હોલ, ટ્રેઇનિંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ અને બેડમિન્ટન કોર્ટ જેવી સુવિધાઓ છે.

જુના જીમખાનામાં અત્યાર સુધી માત્ર 200 આજીવન સભ્યો હતો. જ્યારે નવા જીમખાનાના પ્રથમ દિવસે જ 1400 આજીવન સભ્યો બની ગયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમગ્ર સંકુલનું નિરીક્ષણ કર્યું હતું.

1

1

ફોટો : મોદીએ ગાંધીનગર સચિવાલય જીમખાનાનું કર્યું ઉદઘાટન

2

2

ફોટો : મોદીએ ગાંધીનગર સચિવાલય જીમખાનાનું કર્યું ઉદઘાટન

3

3

ફોટો : મોદીએ ગાંધીનગર સચિવાલય જીમખાનાનું કર્યું ઉદઘાટન

4

4

ફોટો : મોદીએ ગાંધીનગર સચિવાલય જીમખાનાનું કર્યું ઉદઘાટન

5

5

ફોટો : મોદીએ ગાંધીનગર સચિવાલય જીમખાનાનું કર્યું ઉદઘાટન

English summary
Photo : Narendra Modi inaugurates Gymkhana of the Sachivalaya in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X