For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : ઉત્તરાયણ તો ગુજરાતની, મનાતું ના હોય તો ફોટા જોઇ લો

ઉત્તરાયણ 2018ની કેટલીક સુંદર તસવીરો જુઓ અહીં. સાથે જ જાણો ઉત્તરાયણ અંગે કેટલીક સરસ વાતો.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાયણ એટલે કે એક જ તહેવારમાં ત્રણ ઉત્સવોનો સંગમ. સવાર ભલે શરૂ થાય પતંગ ઉડાવવાથી. પણ પવન ના આવતા જ તે ગુજરાતીઓની ધાબા પરની નવરાત્રિ થઇ જાય છે. અને રાતે ફટાકડા ફોડી તે બની જાય છે દિવાળીની રોનક. આમ ગુજરાતીઓની પ્રકૃતિ મુજબ તે એકની સાથે એક ફ્રી તેમ ઉત્તરાયણની સાથે બે બીજા ઉત્સવોની પણ મજા માણી જ લે છે. અને ખાણી-પીણીની તો વાત જ ના કરતા. તેમાં તો ઓપશનને એટણી લાણી હોય છે કે તમને લાગશે કે આ તો ખાવાનો Sale છે! ભલે 14મી જાન્યુઆરીએ નામ પૂરતી જ ઉત્તરાયણ હોય પણ આપણે ત્યાં ઉત્તરાયણ બે ત્રણ દિવસ સામટી જ ઉજવાઇ જાય છે. ત્યારે ઉત્તરાયણની આવી જ કેટલીક રસપ્રદ તસવીરો જુઓ અહીં...

ઉત્તરાયણ

ઉત્તરાયણ

ઉત્તરાયણ ભલે 14મી જાન્યુઆરીએ કેલેન્ડર મુજબ ઉજવાતો હોય પણ ગુજરાતમાં આ તહેવાર ત્રણ દિવસ સુધી ચાલે છે. 13મી જાન્યુઆરીએ લોકો પ્રેક્ટિસ કરી લે છે. અને 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ કરી લે છે. અને ખરી મજા 15મી જાન્યુઆરીએ આવે છે. પવનની મહેરબાનીના કારણે આ ઉત્સવની મજા લંબાતી રહે છે.

પતંગની મજા

પતંગની મજા

દિવસ અને રાતની મજા ઉત્તરાયણમાં જોવા મળે છે. સવારે રંગબેરંગી, જાત જાતની અને ભાત ભાતની પતંગો અને રાતે તુક્કલ અને ફટાકડાની આતિશબાજી. જે આ ઉત્સવને સૌથી સુંદર બનાવે છે. વળી ધાબા પર મળતી ઓટલા પરિષદ સંબંધોના તાણાંવાણાંને પતંગોના દેવપેચ જેવા જ રસપ્રદ અને બનાવે છે.

ખરી મજા તો પોળમાં

ખરી મજા તો પોળમાં

ઉત્તરાયણની ખરી મજા તો પોળમાં છે. જ્યાં એક ધાબું બીજા ધાબા પાસે હોય, ઉત્તરાયણની ખરી મજા તો પતંગ ઉડાવવામાં નહીં પણ પતંગ લૂંટવામાં છે, ઉત્તરાયણની ખરી મજા પતંગ કપાવામાં નહીં પણ કાપ્યો છે બોલવામાં છે. બસ આ વાત સમજાય તો ઉત્તરાયણની મજા માણવાની મ મજા આવે છે.

ખાલી મજા નહીં કરુણા પણ

ખાલી મજા નહીં કરુણા પણ

ઉત્તરાયણ એટલે બસ ખાઇ લીધુ, ઝલસા કરી લીધા, પતંગ ઉડાવી દીધું જ તેવું જ નહીં. ઉત્તરાયણમાં જેટલી પતંગ ચગે છે તેટલી મૂંગા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર પર ફોનની રીંગો પણ રણકતી હોય છે. ગુજરાતીઓ મજાની સાથે જ જવાબદારીઓ પણ નીભાવે છે. અને તે જ કોઇ પર્વની સાચી મજા છે. જ્યારે ઉજવણી ખાતે ભોગનું કારણ નહીં પણ સર્વોનું હિતાય, સર્વાનું સુખાયનું કારણ બને!

English summary
Photos of Gujarat Uttarayan 2018, See here few of them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X