For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ અને વડોદરા બન્ને બન્યા જળબંબાકાર જુઓ તસ્વીરો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જ્યાં એક બાજુ મોડે મોડે અમદાવાદમાં ધોધમાર વરસાદે ભારે કરી છે ત્યાં જ વડોદરામાં થોડાક જ કલાકોમાં 8 ઇંચ વરસાદ એક સાથે ખાબકતા રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. એટલું જ નહીં ગાડીમાં પણ જાણે નદીના પટમાં પાર્ક કરી હોય તેવી સ્થિતિ વડોદરામાં સર્જાઇ છે.

અમદાવાદના હાલ બેહાલ, પણ ટ્વિટરમાં ટ્રેન્ડમાં છે અમદાવાદ

ત્યારે અમદાવાદમાં અખબાર નગર અંડરપાસ પાસે પાણી ભરાતા બંધ કરાયો છે તો શાસ્ત્રીનગર ચાર રસ્તા, શિવરંજની જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે જેના પગલે કેટલીક શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરામા અતિભારે વરસાદથી, મહીસાગરમાં કડાણા ડેમમાં હાલ ની પરિસ્થિતિ માં 126.70 મીટર છે અને આવક 84060 કયુસેક,તેમજ જાવક 20900 કયુસેક થઇ છે.

ત્યારે અમદાવાદ અને વડોદરાના વરસાદની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વડોદરા

વડોદરા

વડોદરામાં એક જ રાતમાં 8 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

વડોદરા

વડોદરા

રસ્તાઓએ નદીઓનું સ્વરૂપ લઇ લીધુ છે અને વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

વડોદરા

વડોદરા

અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઇ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

વડોદરા

વડોદરા

વરસાદના કારણે મોટી સંખ્યામાં માલમિલકતને નુક્શાથ થયું છે. અને આવનારા સમયમાં કોઇ રોગચાળો ના ફાટી નીકળે તેનો પણ ભય ઊભો થયો છે.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં અડરપાસ બ્રિજ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામની સમસ્યા ઉત્પન્ન થઇ છે.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઇ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

અમદાવાદ

અમદાવાદ

વરસાદના પગલે કેટલીક શાળા અને કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ અંડરપાસ

અમદાવાદ અંડરપાસ

અમદાવાદમાં શ્રાવણના સરવરિયાને બદલે ધોધમાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેના લીધે અખબારનગર સાથે જ પૂર્વમાં કુબેરનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ પાણીની રેલમછેલ

અમદાવાદ પાણીની રેલમછેલ

અમદાવાદમા સિઝનનો 12 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ અને ટ્રાફિક સમસ્યાને બાદ કરતા અમદાવાદવાસીઓ વરસાદી વાતાવરણથી ભારે ખુશ છે. કારણ કે ભજિયા તળવા માટે કોઇ કારણ તો જોઇએને!

English summary
Photos Of Heavy Rain in Vadodara and Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X