તસવીરોમાં જુઓ રૂપાલમાં માતાજી પર ભક્તોએ ચઢાવ્યું 5 લાખ કિલો ધી

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર પાસે રૂપાલ કરીને એક ગામ છે જ્યાં દર નવરાત્રીની આઠમના રોજ માતાજીની પલ્લી ભરવામાં આવે છે. અહીં માતાજીની પલ્લીમાં ગામના લોકો માતા વરદાયીને ધીનો ચઢાવા કરે છે. અને સાથે જ જે લોકોએ કોઇ બાધા કે માનતા માની હોય તે પણ માં પર શુદ્ધ ધીના અભિષેક કરે છે.

આ વર્ષે પણ અંદાજે 11 લાખ ભક્તોએ પલ્લી વખતે માંના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં માતાજીને પલ્લીમાં એટલી બધી માત્રામાં ધી ચઢાવામાં આવે છે કે ગામમાં અને મંદિર પરિસરમાં રીતસરની ધીની નદીઓ વહેવા લાગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અંદાજે 5 લાખ ધી માંને ચઢાવામાં આવ્યું છે. ત્યારે રૂપલ પલ્લીની આ ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

માં વરદાયી
  

માં વરદાયી

આ છે ગાંધીનગર પાસે આવેલ રૂપાલ ગામમાં સ્થિત માં વરદાયીનું પ્રસિદ્ધ મંદિર. જ્યાં નવરાત્રીની આઠમના રોજ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.

માં વરદાયી
  

માં વરદાયી

કહેવાય છે કે આ મંદિરમાં સ્થિત માં વરદાયીથી તેના ભક્તોની તમામ ઇચ્છા પૂરી કરે છે. અને જ્યારે માં ભક્તોની માનતા અને બાધા પૂરી કરે છે લોકો બાધા પૂરી કરવારૂપે આઠમના રોજ તેમના પર શુદ્ધ ધીનો અભિષેક કરે છે.

ગામમાં ધીના ટેક્ટર ફરે છે
  

ગામમાં ધીના ટેક્ટર ફરે છે

નવરાત્રીની આઠમ પહેલા જ ગામ ભરના લોકો પાસેથી શુદ્ધ ધી મંગાવામાં આવે છે. આ માટે રીતસરના ગામમાં ધી ભરેલા ટેક્ટર ફરે છે.

રાખી રાત માંની પૂજા
  
 

રાખી રાત માંની પૂજા

ત્યારે કાલે આઠમ નિમત્તે અહીં લગભગ 11 લાખ ભક્તોએ માંના મંદિરમાં હાજરી આપી હતી અને લગભગ 5 લાખ કિલો શુધ્ધ ધીનો માં પર અભિષેક કરવામાં આવ્યો હતો.

ધીની ડોલો
  

ધીની ડોલો

આ ફોટામાં તમે જોઇ શકો છો કે માતાજીને ચઢાવા માટે ધીની બાલટીઓ ભરાઇ ભરાઇને આવી રહી છે.

રાખી રાત ચાલે છે પર્વ
  

રાખી રાત ચાલે છે પર્વ

આઠમના દિવસે અહીં આખી રાત આ રીતે કાર્યક્રમ ચાલે છે અને મોટી સંખ્યામાં ધીને માતાજી પર ચઢાવામાં આવે છે. ફોટામાં ધીનો અભિષેક થતો તમે જોઇ શકો છો.

ધી ની નદીઓ
  

ધી ની નદીઓ

અહીં માતાજીને એટલા પ્રમાણમાં ધી ચઢાવામાં આવે છે કે મંદિર પરિસર અને આસપાસ રીતસરની ધીની નદીઓ વહે છે.

ધીના રેલા
  

ધીના રેલા

ત્યારે અનેક સ્વયંસેવકો આ ધીને તગારામાં ભરે છે અને લઇ જાય. તેમ છતાં સવાર સુધીમાં અહીં અનેક જગ્યા ધીના થરો જામેલા દેખાય છે.

માનતા
  

માનતા

અહીં ગ્રામજનો દ્વારા તો ધી ચઢાવામાં આવે જ છે સાથે જ જે લોકો માતાજીની માનતા માની હોય છે તે પણ માંને ધી ચઢાવે છે.

English summary
Photos Of Rupal Palli Mahotsav
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.