પોલીસ ભરતીને લાગ્યું કમોસમી વરસાદનું ગ્રહણ, શારીરિક કસોટી મોકૂફ રખાઇ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની સમયાવધિ લંબાતા PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ અગાઉ માત્ર બે ત્રણ જગ્યાએ જ આ પરીક્ષા મોકૂફ રાખવાની વાત હતી, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજૂ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે વિભાગ દ્વારા રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી છે. આ સાથે રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જે મેદાનમાં શારીરિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
કમોસમી વરસાદને કારણે એસઆરપી ગૃપ 5, ગોધરા ખાતે તારીખ 3/12/21ના રોજ લેવાનાર પો.સ.ઇ /લોકરક્ષકની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી ઉમેદવારોને જણાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
જેમાં પોલીસ હેડ ક્વાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, SRP ગ્રુપ 11, વાવ, સુરત, SRP ગ્રુપ 7 અને નડીયાદ સેન્ટરની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષા 3 અને 4 ડિસેમ્બરના રોજ યોજાવવાની હતી. જો કે, હવે પરીક્ષા મોકૂફ કરતા ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.
કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
આ અંગે હસમુખ પટેલે ટ્વીટ કર્યું હતું કે, કમોસમી વરસાદને કારણે એસઆરપી ગૃપ 5, ગોધરા ખાતે તારીખ 3/12/21ના રોજ લેવાનાર પો.સ.ઇ /લોકરક્ષકની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી ઉમેદવારોને જણાવવામાં આવશે.
જેઓને બે કે તેથી વધુ કોલલેટર મળેલ છે બોર્ડને અરજી કરી જાણ કરવાની તેમની ફરજ છે. આવું ન કરનાર વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. બોર્ડને જાણ કરી તેઓએ પહેલા આવતી તારીખે પરીક્ષા આપવાની રહેશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
હસમુખ પટેલે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-11, વાવ-સુરત અને SRPF ગૃપ-7, નડિયાદ એમ કુલ 6 મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તારીખ 03/12/21021 અને તારીખ 04/12/2021ના રોજ લેવામાં આવનારી શારિરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
જે ઉમેદવારોને બે કે તેથી વધુ કોલલેટર મળેલ છે અને તે અંગે બોર્ડને અરજી કરેલ છે તેવા ઉમેદવારોના પાછળની તારીખના કોલ લેટર પહેલાની તારીખ સાથે મર્જ કરી દેવાની પ્રક્રિયા ચાલુ છે. તેના નિર્ણયની રાહ જોયા વિના ઉમેદવારોએ પહેલાંની તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
ઉલ્લેખનીય છે કે, ભારતના હવામાન વિભાગ (IMD) એ ગુરુવારના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના 108 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. શુક્રવારના રોજ દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
કમોસમી વરસાદને કારણે બુધવારે ઘણા કેન્દ્રો પર મહત્તમ અથવા દિવસના તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો, જે સામાન્ય તાપમાન કરતાં 12 ડિગ્રી ઓછું હતું. બુધવારની સાંજ સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 31 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ અમરેલીમાં ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં 25-25 મીમી વરસાદ નોંધાયો હતો.