For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો : નરેન્દ્ર મોદી સહિત મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

|
Google Oneindia Gujarati News

narendra-modi-voting
અમદાવાદ, 17 ડિસેમ્બર : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની બીજા તબક્કાની બેઠકો માટે થયેલા મતદાનમાં નાગરિકોએ મતદાન કર્યું હતું. આ સાથે રાજકારણના સેલિબ્રિટીજ પણ મતદાન કરવા આવી હતી. તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં સૌથી મોટા રાજકીય સેલિબ્રિટી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. આ ઉપરાંત મણિનગર બેઠક પરથી મુખ્યમંત્રી સામે ચૂંટણી લડી રહેલા શ્વેતા ભટ્ટે મતદાન કર્યું હતું. રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહ પત્ની સાથે મતદાન કરવા આવ્યા હતા.

સૌથી રસપ્રદ બાબત એ હતી કે નરેન્દ્ર મોદી મતદાન કરવા આવ્યા ત્યારે તેમને નજીકથી જોવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હતી. લોકોની ઉત્કંઠા સંતોષવા માટે નરેન્દ્ર મોદી પોતાની બૂલેટપ્રુફ કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે રાણિપ પહોંચ્યા ત્યારે તેમના વાહનને લોકો ઘેરી વળ્યા હતા.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

લોકોની ભીડને જોઇને નરેન્દ્ર મોદી તેમની કારમાંથી અડધા બહાર આવીને લોકો તરફ હાથ હલાવ્યો હતો.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

કારમાંથી તેમણે લોકો સમક્ષ વી ફોર વિક્ટરીનો સાંકેતિક ઇશારો પણ કર્યો હતો.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

કેસરિયા ઝભ્ભામાં વોટિંગ કરવા આવી પહોંચેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકોએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

નરેન્દ્ર મોદીએ મતદાન કરવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

નરેન્દ્ર મોદીએ મતદાન કરી સ્મિત સાથે વિજયનો સંકેત આપ્યો હતો.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરીને બહાર આવેલા નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પોતાના સમર્થકો અને ચાહકોને આવકારીને પોતે મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

બીજી તરફ મણિનગર વિધાનસભા મતવિસ્તારથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા શ્વેતા ભટ્ટે પણ મતદાન કર્યું હતું.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના પત્ની સાથે મતદાન કરવા પહોંચી ગયા હતા.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

ભાજપના રાષ્ટ્રીય નેતા અરૂણ જેટલી પણ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

મતદાન કરવા પહોંચી રાજકીય સેલિબ્રિટીઝ

કોંગ્રેસથી અસંતોષ થતા ભાજપમાં જોડાયેલા લેઉવા પટેલ આહેવાન અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી નરહરિ અમીન પત્ની સાથે મતદાન કરીને બહાર આવ્યા હતા.

English summary
Pics : Narendra Modi and others cast there vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X