• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટેચ્યુ ઑફ યુનિટીઃ લગ્ન સમારંભો માટે ખુલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા

|

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી બંધ પડેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ફરીથી હવે પર્યટકો માટે ખુલી શકશે. પર્યટન વિભાગે અહીં લગ્ન સમારંભોની પરવાનગી આપી દીધી છે. જેના માટે સ્ટેચ્યુ ઑફ યુનિટીની જમીન પર વેડિંગ-ડેસ્ટીનેશનનો આકાર આપવામાં આવ્યો છે. પર્યટકોને રોકવા માટે એક મૉડર્ન ટેન્ટ સિટી વસાવવામાં આવ્યુ છે.

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા પાસે લાગશે લગ્નના ટેન્ટ

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા પાસે લાગશે લગ્નના ટેન્ટ

સિટીના મેનેજર ચેતન વર્માના જણાવ્યા મુજબ અહીં થનારા લગ્નમાં 50 મહેમાનોને આમંત્રિત કરી શકાશે. આ ઉપરાંત લગ્નમાં વર-વધુના પરિવારજનો અઢી લાખ રૂપિયા ખર્ચી શકશે. આ રકમથી જાનૈયાઓનો જમણવાર પણ કરવાનો રહેશે. બાકી બધી વ્યવસ્થા ટેન્ટ સિટીમાં મેનેજમેન્ટ તરફથી કરવામાં આવશે. ટેન્ટ સિટીનુ ડેકોરેશન પણ ખાસ રાખવામાં આવ્યુ છે. અહીં આવનારા લોકો સરદાર પટેલની મૂર્તિ સાથે પોતાના લગ્નના યાદગાર ફોટા પણ પડાવી શકે છે.

આ સ્ટેચ્યુને નુકશાનમાંથી બહાર કાઢવાની કોશિશ!

આ સ્ટેચ્યુને નુકશાનમાંથી બહાર કાઢવાની કોશિશ!

કોવિડ-19ના જોખમને જોતા સોશિયલ ડિસ્ટિંસીંગ, સેનિટાઈઝેશન વગેરેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી છે. અહીં કોરોના મહામારીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી પર્યટકોની અવરજવર બંધછે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને પોતાની જાળવણી માટે ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો છે. આના કારણે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે બનાવવામાં આવેલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ખોલ્યુ છે. સરકારને આશા છે કે જો લોકો અહીં ડેસ્ટીનેશન વેડિંગ માટે આવશે તો આ સ્ટેચ્યુની જાળવણી પર થતો ખર્ચ પણ મળી શકશે.

17 માર્ચે સરદાર પટેલ ટ્રસ્ટે કરી હતી આ ઘોષણા

17 માર્ચે સરદાર પટેલ ટ્રસ્ટે કરી હતી આ ઘોષણા

સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે બનેલ સરદાર પટેલ ટ્રસ્ટ (એસઓયુ)એ રાજ્ય સરકારના આદેશ બાદ આ સ્ટેચ્યુને મધ્ય માર્ચથી પર્યટકો માટે બંધ કર્યુ હતુ. પર્યટકોના બુકિંગ વિશે સરદાર પટેલ ટ્રસ્ટના અધિકારીએ કહ્યુ હતુ કે જે લોકોએ પહેલા જ ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને પણ પ્રતિમા અને અન્ય સુવિધાઓ સુધી પહોંચવાની મંજૂરી નથી. તે લોકો કોરોના લૉકડાઉનના કારણે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા નહિ જોઈ શકે. પરંતુ હવે સરકારે મંજૂરી આપી દેવાથી તે ખુલવાનુ છે.

પહેલી વાર થયેલ ઉદઘાટન બાદ 2 સપ્તાહથી વધુ બંધ રહ્યુ

પહેલી વાર થયેલ ઉદઘાટન બાદ 2 સપ્તાહથી વધુ બંધ રહ્યુ

વર્ષ 2018માં ઉદઘાટન બાદથી આ પહેલી વાર થયુ છે જ્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટી બે સપ્તાહથી વધુ સમય સુધી બંધ રહ્યુ છે. જ્યારે કોરોના વાયરસની મહામારી પહેલા અહીં હજારોની સંખ્યામાં ટુરિસ્ટ આવતા હતા. ઉદઘાટન બાદ પહેલા આખા વર્ષમાં 27 લાખ લોકો સ્ટેચ્યુ ઑપ યુનિટી પહોંચ્યા હતા. ભારતીય પુરાતત્વિક સર્વેક્ષણના રિપોર્ટ અનુસાર ગયા ફેબ્રુઆરીમાં જ અહીં રોજના લગભગ 8500 પર્યટકો આવી રહ્યા હતા. સ્ટેચ્યુ ઑફ યુનિટીના અનાવરણ પહેલા 11 દિવસોમાં 1,28,000થી વધુ પર્યટકો પહોંચ્યા હતા. શરૂઆતના દિવસોમાં વીકેન્ડ પર લગભગ 50,000 પર્યટક આવ્યા હતા. રિપોર્ટ જણાવે છે કે અમેરિકામાં ન્યૂયોર્ક હાર્બર પર લિબર્ટી દ્વીપ પર 133 વર્ષ જૂની 92 મીટર લાંબી સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને જોવા માટે લગભગ 10,000 પર્યટકો જાય છે. વળી, ઓક્ટોબરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા માટે પણ 10 હજારથી વધુ લોકો રોજ આવ્યા.

રોજ સરદાર પટેલની મૂર્તિ પર 12 લાખ ખર્ચ

રોજ સરદાર પટેલની મૂર્તિ પર 12 લાખ ખર્ચ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટેચ્યુ ઑફ યુનિટીની જાળવણીમાં રોજના 12 લાખ રૂપિયા ખર્ચ થાય છે. પર્યટકો માટે આની પાસે જ સફારી પાર્ક પણ ડેવલપ કરવામાં આવ્યુ. જ્યાં ઝૂ પણ છે જેને 1300 એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યુ. સિંહ, વાઘ, ચિત્તા, 12 પ્રકારના હરણ અને મૃગ, જિરાફ, ઝિબ્રા, ગેંડા, બાઈસન તેમજ અન્ય વિદેશી જાનવર 17 દેશોમાંથી અહીં સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.

મહેશ ભટ્ટે જણાવ્યુ કેવો હોવો જોઈએ 'આઝાદ સમાજ', સોશિયલ મીડિયા પર થઈ ગયા ટ્રોલ

English summary
Pics: World's tallest Statue Of Unity is now Becomes A Popular Wedding Destination For Couples at Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more