• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો

|

શાકભાજી વાળાની દુકાને જઈએ કે પછી કોઈ મોલમાં, આપણે સામાન ખરીદવા પર બિલ માંગીએ કે ન માંગીએ પણ એક બેગ જરૂર માંગતા હોઈએ છીએ અને દૂકાનદાર પણ ખચકાયા વિના પ્લાસ્ટિકની બેગ થમાવી દેતો હોય છે. ક્યારેય તમે વિચાર્યું કે આ એક પ્લાસ્ટિકની બેગ માનવના અસ્તિત્વ પર ખતરો પેદા કરી શકે. તો આજે અમે તમને એક એવી જગ્યાથી વાકેફ કરાવીશું જેનો નજારો જોઈને તમે બીજી વખત દુકાનદાર પાસેથી પ્લાસ્ટિકની થેલી નહિ માંગો. આજે અમે તમને એક એવા ડુંગરની સફર કરાવીશું જે કુદરતી નહિ બલકે માનવસર્જિત છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટની. અહીં શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે.

દરરોજ હજારો ટન કચરો ઠલવાય છે

દરરોજ હજારો ટન કચરો ઠલવાય છે

ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઈટ પર દરરોજ હજારો ટન કચરો ઠાલવવામાં આવે છે જે બીજું કોઈ નહિ બલકે આપણે જ પેદા કર્યો છે. આ કચરો સળગે છે અને અંતે શહેરને જ નહિ બલકે સમગ્ર વિશ્વ માટે નુકસાનકારક છે. ટેક્નોલોજી અને ડેવલપમેન્ટ મામલે આપણે આગળ વધી રહ્યા છીએ પણ હજુ સુધી કચરાનો યોગ્ય નિકાલ કરવાની પદ્ધતિ આપણે શોધી શક્યા નથી.

અતિ નુકસાનકારક હોય છે આ ગેસ

ઈન્ડોનેશિયન યૂનિવર્સિટીના એનવાયરમેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર એમિલ બુદિયાન્તોએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના કચરામાં કાર્બન અને હાઈડ્રોજનના ઘટકો મળી આવે છે અને પ્લાસ્ટિક તથા ફૂડ વેસ્ટ સળગાવવામાં આવે ત્યારે તેમાંથી એક પ્રકારનો ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ જળ, જમીન અને હવાને તો પ્રદૂષિત કરે જ છે પણ સાથોસાથ તે માણસના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.

આપણી પાસે કચરાના નિકાલની કોઈ સુરક્ષિત પદ્ધતિ નથી

આપણી પાસે કચરાના નિકાલની કોઈ સુરક્ષિત પદ્ધતિ નથી

જ્યારે પ્લાસ્ટિક અને ફૂડ વેસ્ટેજ બળે છે ત્યારે તેમાંથી ડાયોક્સિન અને ફ્યૂરન ઉત્પન્ન થાય છે. આ ઘટકોની નજીવી માત્રા પણ માણસના મૃત્યુનું કારણ બની શકે છે. શ્વાસમાં ડાયોક્સિન જવાથી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવાં વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. એમિલ બુદિયાન્તોએ કચરાના નિકાલ માટે શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો તેમણે જણાવ્યું કે, જો 1000 સેલ્સિયસ તાપમાન પર કચરાને બાળવામાં આવે તો પ્લાસ્ટિકને કારણે થતું પ્રદૂષણ અટકાવી શકાય પણ આ હજુ શક્ય નથી.

નોટબંધીથી સર્જાયેલ આર્થિક કટોકટીના નામે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યો

પર્યાવરણ માટે ખતરો

પર્યાવરણ માટે ખતરો

પ્લાસ્ટિક બાળવાથી સૌથી વધુ નુકસાન થતું હોય તો તે પર્યાવરણને, તેને કારણે ઓઝોન પળને ભયંકર રીતે નુકસાન થાય છે. જણાવી દઈએ કે ઓઝોન પળ સૂર્યના કિરણોને સીધા ધરતી પર પડતાં અટકાવે છે, જેથી તેની ખરાબ અસર ન થાય, જો સૂર્યકિરણો સીધાં જ ધરતી પર પડે તો માણસને ચાંબડીના રોગોમાં વધારો કરી શકે છે.

English summary
pirana dumping site of Ahmedabad is increasing pollution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more