For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ રનવે પર ભેંસ સ્પાઇસ જેટના વિમાન સાથે અથડાઇ

|
Google Oneindia Gujarati News

spicejet-surat-gujarat
સુરત, 7 નવેમ્બરઃ સુરત એરપોર્ટ પર ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ એક ભેંસ રનવે પર આવી ગઇ હતી અને જે સુરતથી દિલ્હી જઇ રહેલા વિમાન સાથે અથડાઇ હતી. ભેંસ વિમાન સાથે અથડાવાથી વિમાનની જમણી બાજૂના એન્જીનને નુક્સાન થયું હતું. વિમાનમાં નુક્સાન થયું હોવાથી એર લાઇન્સ કંપની દ્વારા મોડી રાત્રે સુરત-દિલ્હીની ફ્લાઇટ અચોક્કસ મુદ્દત માટે રદ કરી નાંખી હતી, જેના કારણે 120 કરતા વધુ મુસાફરો સુરત એરપોર્ટમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

આ અકસ્માત અંગે જાણવા મળ્યા અનુસાર સ્પાઇસ જેટનું એસજી 633 189 સીટર બોઇંગ એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પરથી દિલ્હી તરફ જવા ટેક ઓફ કરી રહ્યું હતું, એ દરમિયાન વિમાનમાં જોરદાર ધડાકો થયો હતો. વિમાનને પાર્ક કરવામાં આવ્યા બાદ ખબર પડી કે રનવે પર ભેંસ અથડાઇ હતી.

પેસેન્જરોને શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અન્ય એરપોર્ટ પરથી વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ મોડી રાત્રે સ્પાઇસ જેટે જાહેરાત કરી કે સુરત-દિલ્હીની ફ્લાઇટને અચોક્કસ મુદ્દત માટે સસ્ટેપન્ડ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

English summary
Plane hit a stray animal on runway, Spicejet suspends operation at Surat airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X