India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ... સરદાર સાહેબ દેશના પ્રથમ PM હોત તો દેશની સ્થિતિ જુદી હોત : મોદી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 ઓક્ટોબર :

અપડેટ : 6.45 pm

વડાપ્રધાન મનમોહન સિંહની સ્પીચ

આજે આપણે ભારત અને ગુજરાતના મહાન સપૂતના સ્મરણમાં અહીં ઉપસ્થિત થયા છીએ. સરદાર સાહેબ આપણા દેશના સૌથી મોટા નેતા પૈકી છે. તેમણે ભારતના ઉપવડાપ્રધાન તરીકે 500થી વધુ રાજા રજવાડાંઓને એક કરીને અખંડ ભારતનો પાયો મૂકવાનું કાર્ય કર્યું. તેમની પ્રબળ ઇચ્છા શક્તિને કારણે તેમને લોહપુરુષ માનવામાં આવે છે. તેમને ભારતની અખંડિતતામાં ઊંડો વિશ્વાસ હતો. તેઓ માનતા કે દરેક નાગરિક તેમનો ભાઇ છે.

તેઓ પાયાની હકીકત સાથે જોડાયેલા વ્યક્તિ હતા. તેમણે ખેડૂતો માટે પણ ઘણું કામ કર્યું. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો. આપણું સદભાગ્ય છે કે આપણે સરદાર પટેલના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લઇ શકીએ છીએ. મને આનંદ છે કે હું જે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરું છું તેના મુખ્યસભ્ય તરીકે તેઓ હતા.

આપણે દેશીની જનતા અને યુવાનોને સરદાર પટેલની જીવનની હકીકતથી અવગત કરાવીએ. જેથી તેમના આદર્શો અને મૂલ્યોને અપનાવી શકાય. હું દિનશા પટેલના આ સુંદર કાર્ય કરવા માટે અભિનંદન પાઠવું છું. આ મ્યુઝિયમમાં સરદાર અને આઝાદીને સંબંધિત 1000 ફોટોગ્રાફ્સ અને સામગ્રી ઉપલબ્ધ છે. લાઇટ અને સાઉન્ડ શોની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નેતાનું કદ નિશ્ચિત રીતે ખૂબ ઊંચું હતું.

ભારતના સ્વાતંત્ર સેનાની આગેવાનોને ભારતની એકતામાં અતૂટ વિશ્વાસ હતો. તેમના જેવા આદર્શની આજે દેશમાં ઉણપ દેખાય છે. તેમના જેવા વિચારોને યાદ કરવાની જરૂર છે. હું સરદાર પટેલ અને નહેરુના વિચારોની રજૂ કરવા માંગું છું

સરદાર ગાંધીજીને પોતાના પિતાની જેમ માનતા હતા. જ્યારે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં જે સરકાર બની તેમાં સરદાર પટેલ ઉપ વડાપ્રધાન બન્યા. બંને નેતાઓ એક બીજાના વિચારોનું ખૂબ સન્માન કરતા હતા. સરદાર પટેલના શબ્દો છે કે "શાસન અને સંગઠનના ક્ષેત્રમાં અનેક બાબતોમાં સલાહ આપવી મારું સૌભાગ્ય રહ્યું છે. તેમની પાસેથી મને ઘણું મળ્યું છે. અમે હંમેશા એકબીજાની સલાહનું સન્માન કર્યું છે. આવું એ જ લોકો કરી શકે જેમને એક બીજા પર પૂર્ણ ભરોસો હોય."

સરદાર પટેલ જેવી વ્યક્તિના માર્ગ પર ચાલવું અઘરું છે. સરદાર પટેલનું સન્માન કરવાનો સૌથી સારો માર્ગ એ જ છે કે તેમના સપનાંને સાકાર કરવામાં આવે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. જય હિન્દ.

અપડેટ : 6.08 pm

નરેન્દ્ર મોદીની સ્પીચ

દિનશા પટેલે આ સ્થળોનો ઉત્તમ ઉપયોગ કર્યો છે. આજે વડાપ્રધાન આપણી વચ્ચે છે ત્યારે ગુજરાતની ધરતી પરથી આપનું સ્વાગત અને ધન્યવાદ કરું છું. આપણા દેશના નાયકોએ આઝાદી માટે બલિદાન આપ્યું. વડાપ્રધાનજી આપના જ કાર્યકાળમાં ગુડ ગવર્નન્સ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી આ એવોર્ડ અમને મળી રહ્યા છે. તે માટે આપનો આભારી છું.

આપના કાર્યકાળમાં આ પ્રકારના 90 એવોર્ડ ગુજરાતને મળ્યા છે. તે માટે આપનો આભારી છું. ગુજરાતમાં સુશાસન અંતર્ગત વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ છેલ્લા 10 વર્ષના સમયમાં ઉત્તમ કાર્ય માટે એવોર્ડ મળ્યા છે. ગુજરાતના સુશાસનને દેશ દુનિયાએ વખાણ્યું છે જેના માટે ગુજરાતની જનતા તરફથી આપનો આભાર વ્યક્ત કરું છું.

આ સ્મારકની ભેટ ગુજરાતના ટુરિઝમ માટે લાભદાયી બની રહેશે. સરદાર પટેલે પોતાનું જીવન એકતા અને અખંડિતતા માટે સમર્પિત કર્યું હતું. તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે. આજે નક્સલવાદ, માઓવાદની સમસ્યા છે. આ ગાંધી અને સરદારની ભૂમિ છે. અહીં બોમ્બ અને બંદૂક કોઇને સફળતા આપવા દેતા નથી. સરદાર અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને યાદ કરીને સમાજની મુખ્યધારામાં આવીને રાષ્ટ્રનો વિકાસ કરીએ.

પંજાબનું ઉદાહરણ લઇએ તો ત્યાં કેટલો ખૂન ખરાબો ચાલ્યો હતો. આજે તેણે પણ વિકાસની વાટ પકડી છે. આજે સરદાર સાહેબ અને દેશની એકતાને યાદ કરીએ છીએ ત્યારે ગુમરાહ યુવાનોને સાચી રાહ પર લાવવા માટે સરદાર સાહેબમાંથી પ્રેરણા લેવી જોઇએ.

સરદાર સાહેબની એક વાત યાદ કરું તો 1919માં જ્યારે તેઓ અમદાવાદમાં મ્યુનિસિપલ કાઉન્સિલર હતા ત્યારે તેઓ મહિલા અનામત માટે પ્રસ્તાવ લાવ્યા હતા અને પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. તેમની દૂરંદેશી કેટલી હતી કે ત્યારે તેમણે આ પ્રસ્તાવ અમલી બનાવ્યો હતો. જ્યારે તેઓ અમદાવાદના મેયર હતા ત્યારે તેમણે અર્બન પ્લાનિંગની વાતો વિચારી હતી.

આજે એમ થાય કે સરદાર સાહેબ આપણા પ્રથમ વડાપ્રધાન હોત તો દેશની તસવીર અલગ હોત. દેશ તેમની પ્રેરણા પર આગળ વધીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો હોત.

અપડેટ : 6.18 pm

દિનશા પટેલ સ્પીચ
કેટલાક લોકો માત્ર વાતો કરે છે, કેટલાક લોકો માત્ર કામ કરે છે. સરદાર સાહેબ કામ કરતા હતા. તેમના માટે ગાંધીજીએ પણ કહ્યું છે કે સરદાર સાહેબ વિના દેશની એકતા શક્ય ન હોત. આ બાબતનો જાત અનુભવ અહીંની મુલાકાત લઇને કરી શકાય છે.

અહીં સરદાર પટેલ સાહેબના જીવનને સંબંધિત અનેક વસ્તુઓ રાખવામાં આવી છે. સંતરામ મંદિરે પણ તેમાં ફાળો આપ્યો છે. વિવિધ લોકોએ આ કાર્ય માટે વિવિધ પ્રકારનો આર્થિક સહયોગ આપ્યો છે. આ કાર્યમાં જેમણે સહયોગ આપ્યો છે તે સર્વેનો હું આભારી છું.

દેશને એક રાખવાનું કામ સાથે મળીને કરવું પડશે. દેશની યુપીએ સરકારનો આભારી છું કે તેમણે આ કાર્ય માટે 17 કરોડ રૂપિયાનો સહયોગ આપ્યો. કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી.

આ મ્યુઝિયમમાં સરદાર સાહેબની અંગત જીવનની વિવિધ વસ્તુઓ જેમ કે તેમનું પુતળું, ધોતી, ચંપલ, ચશ્મા વગેરે મુકવામાં આવ્યા છે. આજના યુવાનોએ વિચારવું રહ્યું કે સરદાર સાહેબના મરણ સમયે તેમનું બેંક બેલેન્સ માત્ર 267 રૂપિયા હતું. લોકો તેમના જીવનનો સંદેશ આ મ્યુઝિયમમાંથી પ્રાપ્ત કરે તેવી આશા રાખું છું.

મુખ્યમંત્રીએ જે 1919માં બહેનો માટે અનામતની વાત કરી તે ભૂલ સુધારવા માંગું છું. આ ઘટના 1926માં બની હતી. હું અહીં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરું છું.

જય સરદાર, જય સરદાર, જય સરદાર.

અપડેટ : 6.00 PM

વડાપ્રધાન મનમોહન સિંહ, ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્મારકના અધ્યક્ષ દિનશા પટેલ, કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા. વડાપ્રધાનનું પુષ્પ ગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું.

અપડેટ 5.50 pm

ગાંધી આશ્રમની મુલાકાતનો અનુભવ લખતા મનમોહન સિંહે મુલાકાતીઓની નોંધપોથીમાં લખ્યું કે " આશ્રમની મુલાકાત મારા માટે પ્રેરણાસ્રોત બની રહેશે. ગાંધીજીનું જીવન અને તેમનું કાર્ય આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે."

અપડેટ 5.15 pm
વડાપ્રધાન સાથે નાણા મંત્રી પી ચિદમ્બરમ પણ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ સાબરમતી આશ્રમ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપશે. ત્યાર બાદ તેઓ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચશે.

આજે અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત ગુજરાતના રાજ્યપાલ ડૉ કમલા બેનીવાલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને આવકાર્યા હતા. વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી આજે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયનું ઉદઘાટન કરવાના છે.

વડાપ્રધાન એરપોર્ટ પરથી સીધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન પર પહોંચ્યા છે. જ્યાં તેઓ કોંગ્રેસ અગ્રણીઓને મળવાના છે. બીજી તરફ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા છે.

1

1

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

2

2

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

3

3

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

4

4

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

5

5

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

6

6

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાગત

7

7

વડાપ્રધાન મનમોહન સિંહે લીધી ગાંધી આશ્રમની મુલાકાત

8

8

વડાપ્રધાન મનમોહન સિંહની અમદાવાદ મુલાકાત

9

9

વડાપ્રધાન મનમોહન સિંહની અમદાવાદ મુલાકાત

10

10

વડાપ્રધાન મનમોહન સિંહની અમદાવાદ મુલાકાત

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પ્રસંગને જોતા આજે બંને નેતાઓ એક બીજા પર નિશાન તાકવાનું ટાળશે. વડાપ્રધાન મનમોહન સિંહ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચીને મ્યુઝિયમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાના છે. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 1500 લોકોને જવા દેવામાં આવશે.

જાહેર જનતા માટે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલય 31 ઓક્ટોબર, 2013થી ખુલ્લું રહેશે.

English summary
Manmohan Singh and Narendra Modi at inauguration of Sardar Patel National Memorial dedicated to Sardar Vallabhbhai Patel, India's first Home Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X