
પીએમ મોદીએ ગુજરાતને આપી 21 હજાર કરોડની ભેટ, અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે ગુજરાતની જનતાને હજારો કરોડોના કામોની ભેટ આપી છે. આજે સવારે પાવાગઢમામં દર્શન કર્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે લાખોની ભીડ વચ્ચે સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવૂક પણ થઈ ગયા હતા.
આજે પીએમ મોદીએ હજારો કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં રેલવેના કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મહિલા સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પુષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી. આ પોષણ સુધા યોજના રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં લોન્ચ કરવામામાં આવી છે.
વડાપ્રધાન મોદી દ્વારા જે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતના હજારો મુસાફરોને લાભ થશે. આજથી ગુજરાતમાં અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે. આ રૂટ પર ટ્રેનો વર્ષોથી ચાલતી હતી પરંતુ પાટાને પહોળા કરવાના કામ માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રેન બંધ હતી જો કે આ ટ્રેન આજથી ફરીથી શરૂ થઈ રહી હોવાથી લાખો નાગરિકોને સાળંગપુર દાદાના દર્શન તથા ગણેશપુરા મંદિરે જવા માટે ખાસ સુવિધા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી કુલ પાંચ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે જેમાં 10749 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો. 5620 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં પણ ભાજપની મોદી સરકાર સત્તામાં હોય ગુજરાતને ખાસ લાભ મળી રહ્યો છે. ડબલ એન્જીન સરકાર ગુજરાતીઓ માટે બનતું તમામ કરવા માટે તત્પર છે. જેના લાભ સ્વરૂપે જ આજે ગુજરાતને 21 હજાર કરોડની ગિફ્ટ મળી છે.