For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘર આંગણે પધાર્યા પીએમ મોદી, કરશે આટલાં કામ

પીએમ મોદીની ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં ગ્રામીણ વિકાસના વિવિધ કાર્યક્રમ યોજાશે. મળેલી માહિતી મુજબ હાલ પીએમ મોદી વલસાજ જિલ્લાના જુજવા ગામે પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. દિલ્હીથી પ્લેન મારફતે તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. સીએમ વિજય રૂપાણી અને સાંસદ સીઆર પાટીલ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. સુરતથી તેઓ હેલિકોપ્ટર મારફતે વલસાડ અને ત્યાર બાદ જૂનાગઢ અને ગાંધીનગર પણ જશે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં ગ્રામીણ વિકાસના વિવિધ કાર્યક્રમ યોજાશે. મળેલી માહિતી મુજબ હાલ પીએમ મોદી વલસાજ જિલ્લાના જુજવા ગામે પહોંચી ગયા છે.

વલસાડના જુજવા ગામે પહોંચ્યા મોદી

વલસાડના જુજવા ગામે પહોંચ્યા મોદી

અત્યારે પીએમ મોદી વલસાડ જિલ્લાના જુજવા ગામે જવા માટે નીકળી ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1727 કરોડના ખર્ચે 1,15,551 આવાસોના લાભાર્થીઓનો સામૂહિક ઈ-ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. ઉપરાંત મોદીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ 5000 મહિલાઓના ઉદ્યોગ સાથે જોડાણનો સમારોહ પણ યોજવામાં આવ્યો છે. દીનદયાળ ઉપાધ્યા ગ્રામીણ કૌશલ્ય યોજના તેમજ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના તાલીમાર્થીઓને કૌશલ્ય પ્રમાણપત્ર અને નિમણૂંક પત્ર વિતરણ કરવામાં આવશે.

આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવશે

આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવશે

રાજ્યમાં 1460 કરોડના ખર્ચે અંદાજે 1 લાખ 11 હજાર આવાસ તૈયાર કરાયાં છે. વલસાડના વડા ગામે આવાસ યોજના અંતર્ગત 110 ગામો બનાવ્યાં છે. પીએમ મોદી વલસાડ આવવાના હોય મોટી સંખ્યામાં સ્થાનિકો અને અધિકારીઓ હાજર રહ્યા છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજાનાના લાભાર્થીઓ આજે ગૃહ પ્રવેશ કરશે.

જૂનાગઢની મુલાકાત પણ લેશે

જૂનાગઢની મુલાકાત પણ લેશે

વલસાડ બાદ પીએમ મોદી જૂનાગઢની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી બીજી વખત જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જૂનાગઢમાં 250 કરોડના ખર્ચે બનેલી નવી સિવિલ હોસ્પિટલના ભવનનું લોકાર્પણ કરશે. ઉપરાંત તેઓ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું ખાતમૂહુર્ત કરશે અને સાંબલપુરના પુલનું લોકાર્પણ કરશે.

English summary
pm modi visited gujarat, here is today's schedule of pm modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X