Video: પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, એકતા દિવસ પરેડમાં લીધી સલામી
અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેના માટે પ્રધાનમંત્રી મોદી કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચ્યા. જ્યાં તેમણે આજે સવારે પ્રતિમાના ચરણોમાં કળશથી જળ ચડાવ્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'રાષ્ટ્રીય એકતા અને અખંડતાના અગ્રદૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.'

રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડ કરાવી
આજે પીએમ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. હવે તે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લઈ રહ્યા છે. તે બાદ સિવિલ સર્વિસીઝ પ્રોબેશનર્સને સંબોધિત કરશે. દેશની પહેલી સી-પ્લેન સર્વિસનુ પણ ઉદઘાટન થવાનુ છે.

પરિયોજનાઓનુ ઉદઘાટન કર્યુ
તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે પર્યટન સાથે જોડાયેલી ઘણી વિકાસ પરિયોજનાઓનુ ઉદઘાટન કરી ચૂક્યા છે. તેમણે ઘણી વસ્તુઓનુ ખુદ અવલોકન પણ કર્યુ. ઘણી પરિયોજનાઓનુ ઉદઘાટન કર્યુ.

કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પહોંચીને પીએમ મોદીએ સૌથી પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને ગયા હતા. જ્યાં તેમણે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત તેમણે ગુજરાતી સિનેમાંના સુપરસ્ટાર નરેશ કનોડિયા તેમજ તેમના સંગીતકાર ભાઈ મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
#WATCH Live from Kevadia, Gujarat: PM Modi at Statue of Unity on birth anniversary of Sardar Vallabhbhai Patel (source: DD) https://t.co/dIvvuo4LmU
— ANI (@ANI) October 31, 2020
અભિનંદન પર પાકિસ્તાનની પોલ ખોલનાર સાંસદને સજાની ધમકી