PM મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્લી પરત જશે
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસના આજના છેલ્લા દિવસે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનુ ઉદઘાટન કરાવશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જશે અને ત્યાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ-શિલાન્યાસ કરશે અને આદિજાતિ મહાસંમેલનને સંબોધન કરશે જેમાં 2 લાખથી વધુ લોકો હાજરી આપશે.
પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આયુષ મૂડીરોકાણ અને નવકલ્પના પરિષદનો સવારે 10 વાગે ઉદઘાટન કરશે. આ ઉદઘાટન સમારંભમાં દેશ-વિદેશની દવા કંપનીઓના પ્રતિનિધિઓ, ઔષિધીય પાકોનુ વાવેતર કરતા ખેડૂતો, આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ પરિષદ દેશના આયુર્વેદિક દવાઓના નાના ઉત્પાદકો અને સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેઆગળ વધવાની તક મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં અંદાજિત 1400 કરોડથી વધુના મૂલ્યની પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનુ ઉદઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાઓની પાણીની જરુરિયાત પૂરી કરી શકાશે.
દાહોદમાં પીએમ મોદી 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનુ પણ ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ભવન, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યુઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ શામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 કેવી ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ અને અન્ય પરિયોજનાઓનુ પણ ઉદઘાટન કરશે. PM મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્લી પરત જશે
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસના આજના છેલ્લા દિવસે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનુ ઉદઘાટન કરાવશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જશે અને ત્યાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ-શિલાન્યાસ કરશે અને આદિજાતિ મહાસંમેલનને સંબોધન કરશે જેમાં 2 લાખથી વધુ લોકો હાજરી આપશે.
પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આયુષ મૂડીરોકાણ અને નવકલ્પના પરિષદનો સવારે 10 વાગે ઉદઘાટન કરશે. આ ઉદઘાટન સમારંભમાં દેશ-વિદેશની દવા કંપનીઓના પ્રતિનિધિઓ, ઔષિધીય પાકોનુ વાવેતર કરતા ખેડૂતો, આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ પરિષદ દેશના આયુર્વેદિક દવાઓના નાના ઉત્પાદકો અને સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેઆગળ વધવાની તક મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં અંદાજિત 1400 કરોડથી વધુના મૂલ્યની પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનુ ઉદઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાઓની પાણીની જરુરિયાત પૂરી કરી શકાશે.
દાહોદમાં પીએમ મોદી 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનુ પણ ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ભવન, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યુઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ શામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 કેવી ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ અને અન્ય પરિયોજનાઓનુ પણ ઉદઘાટન કરશે.