PM મોદીએ શેર કર્યો વરસાદમાં ગુજરાતના સૂર્ય મંદિરની સુંદરતાનો નઝારો દર્શાવતો Video
નવી દિલ્લીઃ હાલમાં દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે તો ક્યાંક પ્રકૃતિની અદભૂત તસવીરો દેખાઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટથી બુધવારે સવારે એક વીડિયો શેર કર્યો છે. જે સૂર્ય મંદિરનો વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે તે ખૂબ જ સુંદર લાગી રહ્યુ છે. આ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાપતિ નદીના કિનારે બનેલુ છે.

વરસાદના દિવસોમાં સૂર્ય મંદિરની સુંદરતા
પ્રધાનમંત્રી મોદીએ લગભગ 55 સેકન્ડનો મંદિરનો આ વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યુ છે, 'મોઢેરાનુ પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના દિવસે કેટલુ શાનદાર દેખાઈ રહ્યુ છે. એક નજર જોઈ લો.' માહિતી માટે જણાવી દઈએ કે આ મંદિરનુ નિર્માણ સૂર્યવંશી સોલંકી રાજા ભીમદેવ પ્રથમે ઈ.1026માં કરાવ્યુ હતુ. સૂર્ય મંદિર પોતાની અનોખી સ્થાપત્ય કલા અને શિલ્પ કલા માટે જાણીતુ છે.
|
રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાઓએ બાંધ પણ ઓવરફ્લો થઈ ગયા છે જેના કારણે જળાશયોના ગેટ પણ ખોલવા પડ્યા છે. અહીં કચ્છમાં પણ ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે. વળી, ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહેવામા આવ્યુ છે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્લી, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશના બાકીના ભાગો અને આંતરિક મહારાષ્ટ્રના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. વળી, આજે પણ રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ જારી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે એક વાર ફરીથી મહેસાણા, પાટણ, સુરત, ગિર સોમનાથ, સાંબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
ગુજરાત સહિત ભારતના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના