Video: ફરીથી પીએમ બનતા પહેલા મોદીએ કેશુભાઈ પટેલને પગે લાગીને મેળવ્યા હતા આશીર્વાદ
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ ગુરુવારે(29 ઓક્ટોબર) સવારે નિધન થઈ ગયુ છે. 92 વર્ષીય કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં મુશ્કેલી પડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનુ મોત થઈ ગયુ. કેશુભાઈ પટેલે વર્ષ 2014માં રાજનીતિમાંથી સન્યાસની ઘોષણા કરી હતી. તેમના નિધન બાદ પીએમ મોદી સાથે તેમની મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બીજી વાર પ્રધાનમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના અડાલજમાં ગયા હતા ત્યારે મંચ પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત હતા. નરેન્દ્ર મોદીએ પગે લાગીને કેશુભાઈ પટેલના આશીર્વાદ લીધા હતા. કેશુભાઈ પટેલને પીએમ મોદી પોતાના ગુરુ માને છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાલમાં જ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જો કે તે બાદ તે રિકવર પણ થઈ ગયા હતા. કેશુભાઈને હાલમાં જ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કેશુભાઈ ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જો કે તેમણે બંને વાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નહોતો. વર્ષ 2001માં તેમની જગ્યાએ નરેન્દ્ર મોદીએ સીએમ પદના શપથ લીધા હતા.
#WATCH Prime Narendra Modi touches feet of former Gujarat Chief Minister Keshubhai Patel, at an event in Adalaj, Gujarat. pic.twitter.com/hlewIV8T7T
— ANI (@ANI) March 5, 2019
7 બળવાખોર ધારાસભ્યો પર માયાવતીની એક્શન, પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ