
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે, ડિજિટલ ઈન્ડિયા વીકનો કરાવશે પ્રારંભ, જાણો સમગ્ર કાર્યક્રમ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર ગુજરાતની ટૂંકી મુલાકાતે આવવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસમાં વધારો થયો છે. આજે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીકના કાર્યક્રમમાં હાજરી આપશે. વળી, ડિજિટલ ઈન્ડિયા વીકના કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઈન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે.
ડિજિટલ ઈન્ડિયા વીક 2022ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 4થી 6 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તેમજ આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફૉર્મ દ્વારા નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની માહિતી આપતુ પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફૉર્મ થતી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનુ ટેકનિકલ કૌશલ્યનુ પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનુ નિર્માણ થઈ શકે તે પણ ચર્ચા થશે.
આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે. જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનુ પ્રદર્શન કરવામાં આવશે. વધુમાં, ભારતીય યુનિકૉર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ 7થી 9 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે. જેમાં વિવિધ નિષ્ણાતો દ્વારા ડિજિટલ નોલેજનુ આદાન-પ્રદાન થશે.
જે ડિજિટલ પહેલનુ લોકાર્પણ કરાશે તેમાં ઈન્ડિયાસ્ટેક ગ્લોબલ, માય સ્કીમ, મેરી પહેચાન, ડિજિટલ ઈન્ડિયા ભાષિની, ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ, ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને કેટાલાઈઝીંગ ન્યૂ ઈન્ડિયાઝ ટેકેડની ઈ-બુક શામેલ છે. આ તમામ યોજનાની અલગ-અલગ ખાસિયતો છે. ડિજિટલ ઈન્ડિયા ભાષિની દ્વારા દેશની વિવિધ ભાષાઓમાં વૉઈસ આધારિત એક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ આધારિત ભઆષા ટેકનોલૉજીને સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકોને જોડવામાં સરળતા થશે.
'પ્રધાનમંત્રી ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ રાષ્ટ્રીય ડીપ-ટેક' સ્ટાર્ટઅપ પ્લેટફૉર્મ છે જે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં શરુ થયેલ પ્રતિભાવાના સ્ટાર્ટઅપ્સને શોધીને તેને એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા અને તેને વિકસાવવામાં પણ મદદરુપ થશે. જે માટે અંદાજે 750 કરોડ રૂપિયાનો ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે. 'માય સ્કીમ' પ્લેટફૉર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી આપશ. જેનો ઉદ્દેશ વન સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરીનો છે. જ્યાં લાભાર્થીઓ કઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે લાયક છે તે સરળતાથી શોધી શકે તેવો છે.
Koo Appન્યુ ઇન્ડિયા ટેકનોલોજીના વિકાસ માટે ડિજિટલ ઇન્ડિયા થી ડિજિટલ #Gujarat માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના વરદ હસ્તે ઉદઘાટન 4 જુલાઈ 2022 ગાંધીનગર ગુજરાત ખાતે થશે ડબલ એન્જિનની સરકારનો છે નિર્ધાર ડિજિટલ સેવાઓ હવે લોકોને દ્વાર @Bhupendrapbjp @BJP4Gujarat @CMOGuj @pmoind - MLA PURNESH MODI (@purneshmodi) 4 July 2022
