• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Grand Stupid Thought કહી મોદીએ રાહુલને માર્યું મેણું

|

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ગુજરાતની એકદિવસીય મુલાકાતે છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે પીએમ એ ઇન્દિરા ગાંધીથી લઇને કોંગ્રેસના કુશાસન, રાહુલ ગાંધી, જીએસટી અને નર્મદા મામલે અનેક ટિપ્પણી કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરબી ખાતેની જનસભાના મહત્વના મુદ્દાઓ અને તેમના ભાષણના અંશોને વિગતવાર વાંચો અહીં...

મોદીએ કરી ફરિયાદ

મોરબીમાં જનસભાની શરૂઆત કરવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લોકોને ફરિયાદ કરી. તેમણે કહ્યું કે તમે ખોટું ના લગાડો તો એક ફરિયાદ કરું! તેમણે કહ્યું કે જ્યારે મને મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનાવાની જાહેરાત કરી હતી અને ત્યારે જ્યારે હું મોરબી આવ્યો હતો ત્યારે કેમ આટલી ઓછી સંખ્યામાં મોરબી વાસીઓ આવ્યા હતા અને આજે કેમ આટલી વિશાળ સંખ્યામાં અહીં આવ્યા છો. આમ કહીને તેમણે એ વાતનો રદિયો આપ્યો કે મોદીની સભામાં લોકોની ઓછી ભીડ આવે છે.

ઇન્દિરા ગાંધી

મચ્છુ ડેમની હોનારતને યાદ કરતા તેમણે કહ્યું કે મચ્છુ ડેમની હોનારત થઇ ત્યારે હું કેરળમાં હતો અને હોનારતના બીજા દિવસે જ મોરબી પહોંચીને મેં મરેલા પશુઓ, કાદવ ઉઠાવાના કામમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ સાથે જોડાઇ ગયો હતો. સાથે જ આ પ્રસંગે તેમણે ચિત્રલેખાના એક ફોટોને યાદ કરી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા. અને તે અહીં મોં પર રૂમાલ દબાવીને આવ્યા હતા અને અમે અહીં લોકોની સેવા કરતા હતી તેમ કહી મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કુદરતી હોનારત વખતે કોંગ્રેસ ખાલી ફોટો પડાવા જ આવે છે. સાથે જ તેમણે કહ્યું કે મચ્છુ ડેમની હોનારત અમે મોરબીને ઊભું કરવામાં કોઇ પાછીપાની નથી કરી. બીજા રાજ્યોને જોઇ લો જ્યાં હોનારત થઇ હોય ત્યાં 10 વર્ષ પછી પણ જે તે શહેર ઠીકથી ઊભું નથી થતું. અને મચ્છુ હોનારત પછી મોરબી ઊભું કરવામાં ભાજપને સફળતા મળી છે.

કોંગ્રેસનું વિકાસ મોડલ

તેમણે કહ્યું કે કોંગ્રેસનું વિકાસનું મોડેલ હેન્ડપંપ છે અને ભાજપના વિકાસનું મોડેલ છે ઘરે ઘરે પાણીના નળ, આજ છે ગુજરાતના વિકાસનું મોડેલ. હેન્ડપંપને આવવા માટે પણ કોંગ્રેસવાળા 3-3 ચૂંટણીના વોટ પડાવી જતા હતા. અમારી સરકારે ચેકડેમ્પની યોજનાથી ગામે ગામે ખેડૂતોને પાણી આપ્યા છે. અમે આટલાથી અટકી શક્યા હોત પણ અમે ત્યાં અટક્યા નહીં અમે 100 દિવસમાં ગુજરાતમાં 1 લાખથી વધુ તળાવ બનાવીને લોકોની પાણીની મુશ્કેલી ઓછી કરી.

પાણી અને ગુજરાતનો વિકાસ

પીએમ મોદીએ કહ્યું મારી સરકારે ગુજરાતના પાણીના પ્રશ્નને ઓછા કરવા માટે તળાવ, કેનાલ, બનાવી છે. નર્મદાના પાણીને ઘરે ઘરે પહોંચાડ્યા છે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં પાણી લાવ્યું છે. કારણ કે મને ખબર છે કે ગુજરાતની જનતાનો જો પાણીનો પ્રશ્ન ઉકલાશે તો ગુજરાતના લોકો દુનિયામાં તેનું પાણી બતાવી શકશે. તેમણે કહ્યું કે આજ કારણે આજે 1 લાખ હેક્ટર ધરતીએ સિંચાઇનો લાભ લઇ રહી છે. જે પછી પીએમ કહ્યું કે આ તમામ વાતો પછી શું આજે અમે આ ચોર લૂંટારાને લૂંટવા દઇશું? આમ કહી તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.

ખેડૂત

આજે ગુજરાતમાં ગામડા 17 સો કરોડ ઉત્પાદ ગુજરાતમાં થઇ રહ્યું છે. કપાસ, મગફળીના પાક વધ્યો છે તે પાણીના કારણે થયું છે. ગુજરાતમાં અમે ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી કોંગ્રેસના શાસનમાં ખાલી એક હતી. અમે ચૂંટણીની માટે આ નથી કર્યું અમે આ ગુજરાતના ભવિષ્ય માટે કર્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો મારા શબ્દો નોંધી રાખજો. અમે 2022માં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરીશું. અને આ માટે કોંગ્રેસની જેમ અમે ખાલી વાતો નહીં કરીએ. આ માટે અમે સોઇલ હેલ્થ કાર્ડ લાવ્યા. સુરેન્દ્ર ખેડૂતોએ મને જણાવ્યું કે સોઇલ હેલ્થ કાર્ડથી તેમને કેટલો ફાયદો થયો.

યુરિયા

યુરિયા મામલે મોદીએ કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે વર્ષમાં ત્રણ વાર ચિઠ્ઠી લખીને કેન્દ્ર આગળ યુરિયાની માંગણી કરતો હતો. હું વડાપ્રધાન બન્યો ત્યારે મેં અને મારી પાર્ટીએ યુરિયાનું નીમ કોટિંગ કરવાનું શરૂ કર્યું. આ નીમ કોટિંગ એટલે કે લીમડાનું તેલ લગાવાથી યુરિયાની ચોરી અટકી ગઇ. હવે લોકોને યુરિયાની તંગી નથી થતી.

દુખે છે પેટ અને કૂટે છે માથું

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મોદીના આવવાથી કેટલાક લોકોની બેનામી કમાણી પર કાતર મૂકાઇ છે. મોદીએ તેમના બધા દરવાજા બંધ કરવાથી તે લોકોનો વકોરો બંધ થઇ ગયા છે. એટલે આ લોકો બફાટ કરે છે. એટલે જ કહું છું કે દુખે છે પેટ અને કૂટે છે માથું.

Grand Stupid Thought

પીએમ મોદી આડકતરી રીતે રાહુલને નવા અર્થશાસ્ત્રી પેદા થયા છેનું મેણું મારીને કહ્યું કે

આજ કાલ નવા અર્થશાસ્ત્રી પેદા થયા છે જે કહે છે કે બધુ 18 ટકા ટેક્સ સ્લેબમાં જ લાવો. હવે વિચારો મીઠું અને શરાબ બન્ને એક જ ટેક્સમાં નાખીશું તો કેવી રીતે ચાાલશે. આ લોકો સિગરેટ, દારૂને સસ્તી કરવા માંગણી કરે છે. ઘરે ઘરે નશો અને કેન્સર ફેલાવાની વાતો કરે છે. આ છે તેમનો ગ્રાન્ડ સ્ટુપીડ થોટ. સાથે જ તેમણે કહ્યું કે જીએસટી મામલે જ્યારે મોરબીના સિરામિકના વેપારીઓ મળવા આવ્યા ત્યારે અમે જીએસટીમાં અમે તેમને રાહત આપવાની વાત કરી હતી.

મનમોહન સિંહ

પીએમ એ કહ્યું કે મનમોહન સિંહે નર્મદા મામલે મોદીએ મારી જોડે વાત નથી કરી તેવું તેમનું કહેવું છે. પણ મને લાગે છે કે ઉંમરના કારણે તે ભૂલી ગયા છે. મેં તેમની જોડે ખાલી દરવાજા નાખવાની વાત કરી અને તે અંગે બે બે મહિના પછી હું પૂછતો તો પહેલા હા પાડતા અને બે મહિના પછી ફરી પૂછતા કહેતા અરે હજી નથી થયું. હવે આમની જોડે બીજી શું અપેક્ષા રાખવી.

કેન્દ્રમાં તમારો માણસ બેઠો છે!

વિકાસને મત આપજો. નાના મોટા મન મેળ હશે તે હું પણ માનું છે. પણ પહેલી વાર અવસર આવ્યો છે કે કેન્દ્રમાં પણ તમારો માણસ બેઠો છે. બે હાથમાં લાડુ, પાંચેય આંગળીઓ ઘીમાં તેવો અવસર પહેલી વાર આવ્યો છે આ વાતને તમે જવાના દેતા. તમામ ભાજપના ઉમેદવારોને કમળના નિશાન પર દબાવીને વોટ આપજો. આ વાતને ભૂલી ના જતા.

English summary
PM Narendra Modi addresses public meeting in Morbi,Gujarat. Read Modi's Speech here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more