For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી ઇફેક્ટ: ગુજરાતમાં NRGsનું રોકાણ 40 ટકા જેટલું વધી શકે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રીમાંથી ભારતના વડાપ્રધાન બનેલા નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા કાર્યો અને તેના આધારે મળેલા લોકમતોએ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ વડાપ્રધાન બન્યા બાદ તરત જ નરેન્દ્ર મોદી પણ ભારતમાં વિદેશી રોકાણ ઠલવાય તે માટે વૈશ્વિક નેતાઓને સાથે બેઠકોના આયોજનો કરી રહ્યા છે. આ સમગ્ર પ્રયત્નોની અસર ગુજરાતમાં સકારાત્મક રીતે જોવા મળશે અને ગુજરાતમા રોકાણનો પ્રવાહ વધશે તેવી સંભાવના એક્સપર્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતમાં રોકાણ કેવી રીતે વધશે, કોણ રોકાણ કરશે વગેરે વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ગુજરાતમાં કેટલું રોકાણ વધશે?

ગુજરાતમાં કેટલું રોકાણ વધશે?


માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે નરેન્દ્ર મોદી ઇફેક્ટને પગલે ગુજરાતમાં આગામી સમયમાં રોકાણમાં વધારો થશે. આ વધારો પાછલા વર્ષોની સરખામણીએ અંદાજ 40 ટકા જેટલો હશે.

ગુજરાતમાં કોણ રોકાણ કરી શકે?

ગુજરાતમાં કોણ રોકાણ કરી શકે?


નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બનીને ગુજરાત અને ગુજરાતીઓનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. આ પ્રભાવને કારણે એનઆરજી એટલે કે નોન રેસિડેન્શિયલ ગુજરાતીઓ ગુજરાતમાં રોકાણ વધારશે એવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

કયા સેક્ટરમાં રોકાણ વધશે?

કયા સેક્ટરમાં રોકાણ વધશે?


ગુજરાતમાં એનઆરજીનું રોકાણ વધશે. એનઆરજી ખાસ કરીને રિયલ એસ્ટેટના સેક્ટરમાં પોતાનું રોકાણ વધારશે તેમ માનવામાં આવે છે. આ કારણે રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળેશે. રિયલ એસ્ટેરમાં ખાસ કરીને પ્‍લોટની સ્‍કીમ, લક્ઝુરિયસ આવાસ અને કોર્મશિયલ સ્‍પેસની ઇન્ક્વાઇરી વધી હોવાથી તેમાં રોકાણ વધવાની શક્યતા છે.

નરેન્દ્ર મોદીની US વિઝિટથી પણ ફાયદો

નરેન્દ્ર મોદીની US વિઝિટથી પણ ફાયદો


આ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઇ રહ્યા છે. અમેરિકામાં ગુજરાતીઓની સંખ્‍યા ખુબ મોટી છે. આ કારણે મોદીની મુલાકાતની સીધી અસર તેમના પર થશે, જેના લાભ ગુજરાતને મળશે. બિન નિવાસી ગુજરાતીઓ આ ગાળામાં જંગી રોકાણ કરી શકે છે.

આગામી 4 મહિના મહત્વના

આગામી 4 મહિના મહત્વના


ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના મતે નવેમ્‍બર 2014થી માર્ચ 2015 એટલે કે આગામી 4 મહિના રોકાણ આકર્ષવા માટે અત્યંત મહત્વના છે. કારણે કે એનઆરજી નવેમ્બર - ડિસેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. જ્યારે જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ પણ યોજાવાની છે. આ કારણે તેમાં ભાગ લેવા આવનારી વ્યક્તિઓ રોકાણ કરી શકે છે.

ગુજરાત માટે છેલ્લા બે વર્ષ મોળા રહ્યા

ગુજરાત માટે છેલ્લા બે વર્ષ મોળા રહ્યા


આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો છેલ્લા બે વર્ષ રોકાણની દ્રષ્ટિએ ગુજરાત માટે મોળા રહ્યા છે. વર્ષ 2013માં બિન નિવાસી ગુજરાતીઓ ડોલરની સામે રૂપિયામાં ભારે ઉથલપાથલ જોવા મળતા રોકાણ કરવાથી સાવધાન રહ્યા હતા. જેના કારણે રોકાણમાં 50 ટકાનો ધટાડો નોંધાયો હતો. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્‍યા બાદ બિન નિવાસી ગુજરાતીઓમાં વિશ્વાસ પાઠો ફર્યો છે.

ક્યાં એનઆરજીની સંખ્યા વધારે

ક્યાં એનઆરજીની સંખ્યા વધારે


વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતીઓની વસતી અમેરિકા, કેનેડા, યુએઈ, ઓસ્‍ટ્રેલિયા, બ્રિટન, સિંગાપોર અને દક્ષિણ આફ્રિકામાં વધારે છે. આ દેશોના એનઆરજીઓ ગુજરાતમાં વધારે રોકાણ કરી શકે છે.

English summary
PM Narendra Modi effect : NRGs will invest heavily in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X