• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Modi : ભારતનું એક પણ ગામડું વીજળીકરણ વિનાનું નહીં હોય

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી એન્યુઅલ જનરલ મિટીંગનો હાજરી આપી વિદેશથી આવેલા નેતાઓ અને પ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિવિધ વિદેશી પ્રતિનિધિ જોડે મુલાકાત કરી ગુજરાતના વિકાસમાં તેમને ભાગીદાર થવા હાકલ કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ મુલાકાતમાં શું શું વાતચીત થઇ તે અંગે વિગતવાર જાણો.

વિજય રૂપાણીની મુલાકાત

વિજય રૂપાણીની મુલાકાત

મુખ્યમંત્રીએ બેનિનના રાષ્ટ્રપતિ-ધાનાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ-કોટ ડી' આઇવોરના ઉપ રાષ્ટ્રપતિશ્રી ગુજરાત સાથે કૃષિ-ફૂડપ્રોસેસિંગ-માઇક્રો ઇરીગેશન જેવા બહુવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે આપસી પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીની બેનિનના રાષ્ટ્રપતિ શ્રીયુત પેટ્રીક અથાન્સે ટેલોન સાથેની આ મુલાકાત બેઠક દરમ્યાન ગુજરાત બેનિન વચ્ચે ટેક્ષટાઇલ ક્ષેત્રે તકો વિકસાવવાની બાબતે પરામર્શ થયો હતો. આ સંદર્ભમાં આપસી ચર્ચા-વિચારણા દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના કપાસ ઉત્પાદનમાં ત્રીજો હિસ્સો ધરાવે છે અને બેનિન પણ કપાસનું વિપુલ ઉત્પાદન કરે છે ત્યારે જિનિંગ પ્રવૃત્તિની વિશેષ તકો બેય વચ્ચે રહેલી છે. તેમણે બેનિનના મેડીકલ ક્ષેત્રે ટેકનોલોજી પૂરી પાડવામાં ગુજરાતના તબીબી ક્ષેત્રના સહયોગ અંગે પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ ધાના રાષ્ટ્રના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીયુત જહોન દરામની મહામા સાથેની મૂલાકાત બેઠક દરમ્યાન ગુજરાત-ધાના વચ્ચે સાંસ્કૃતિક તેમજ પ્રવાસન ક્ષેત્રના આદાન-પ્રદાન માટે, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્ષટાઇલ, કેમિકલ અને એગ્રોફૂડપ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાતની અગ્રેસરતા સંદર્ભમાં ટેકનોલોજી આદાન-પ્રદાન અને સ્કીલ ડેવલપમેન્ટની તકો અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

CM વિજય રૂપાણી

CM વિજય રૂપાણી

કોટ ડી' આઇવોર રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિ શ્રીયુત ડેનિયલ ડબ્લાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મુલાકાત બેઠક યોજીને આધુનિક પાક પધ્ધતિ, માઇક્રો ઇરીગેશન ક્ષેત્રમાં ગુજરાતનો સહયોગ તેમના રાષ્ટ્રને મળે તે અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ પણ ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રે સંયુકત રીતે એકસપ્લોરેશનની તકો તેમજ ગુજરાતની પીડીપીયુ યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ એકસચેન્જ અને જોઇન્ટ રિસર્ચ પ્રોગ્રામની સંભાવના-તકો અંગે પણ આપસી પરામર્શ સંવાદ કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદી

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી એન્યુઅલ જનરલ મિટીંગનો શાનદાર શુભારંભ કરાયો હતો. જેમાં ૮૧ સભ્ય દેશોના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ભારત ભલે રમતના ક્ષેત્રમાં લાંબી રેસમાં આફ્રિકાની બરોબરી ના કરી શકે, પરંતુ આફ્રિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેખભા મિલાવીને જરૂર દોડી શકશે. તેમણે બેઠક સફળ અને ફળદાયી રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

ભારત અને આફ્રિકા

ભારત અને આફ્રિકા

‘કૃષિ રૂપાંતરણથી આફ્રિકન દેશોમાં સમૃદ્ધિ નિર્માણ'ની થીમ પર આયોજિત આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકના શુભારંભ સમારોહમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતે રેલવે, હાઈ-વે, પાવર અને ગેસ પાઈપલાઈન જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં, મૂડીરોકાણમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામડું વીજળીકરણ વિનાનું નહીં હોય. ‘ક્લીન ગંગા', પુન:પ્રાપ્ય ઊર્જા, ડીજીટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી, દરેક માટે ઘર અને સ્કીલ ઈન્ડિયા ઝુંબેશથી સ્વચ્છ, સમૃદ્ધ અને વિકાસશીલ ‘નૂતન ભારત'નું નિર્માણ થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભારત ક્લાઈમેન્ટ ફ્રેન્ડલી વિકાસ માટે ઉદાહરણરૂપ ‘ગ્રોથ એન્જિન' બને એવું અમારું લક્ષ્ય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

English summary
PM Narendra Modi inaugurated AfDBAM2017 at Mahatma Mandir. Read here all the update on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X