For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કર્યુ ભૂજની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનુ ઉદઘાટન, કહ્યુ - મેડિકલમાં તેજીથી થઈ રહ્યુ છે કામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભૂજમાં કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનુ ઉદઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભૂજમાં કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનુ ઉદઘાટન કર્યુ. પીએમે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હોસ્પિટલનુ ઉદઘાટન કર્યુ. ઉદઘાટન બાદ પીએમ મોદીએ કહ્યુ કે ભૂકંપથી થયેલા વિનાશને પાછળ છોડીને ભૂજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ ક્ષેત્રનુ નવુ ભાગ્ય લખી રહ્યા છે. આજે આ ક્ષેત્રમાં અનેક આધુનિક મેડિકલ સેવાઓ હાજર છે. આ કડીમાં ભૂજને આજે એક આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળી રહી છે.

modi

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, સારી આરોગ્ય સુવિધાઓ માત્ર બિમારીના ઈલાજ સુધી જ સીમિત નથી હોતી, તે સામાજિક ન્યાયને પ્રોત્સાહિત કરે છે. જ્યારે કોઈ ગરીબને સસ્તો અને ઉત્તમ ઈલાજ સુલભ થાય છે ત્યારે તેનો વ્યવસ્થા પર ભરોસો વધુ મજબૂત થાય છે. દેશણાં આજે ઘણી એઈમ્સ સાથે અનેક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજના નિર્માણનુ લક્ષ્ય હોય કે પછી મેડિકલ એજ્યુકેશનમાં બધાની પહોંચ રાખવાનો પ્રયાસ, આનાથી આવનારા 10 વર્ષમાં દેશને રેકૉર્ડ સંખ્યામાં નવા ડૉક્ટર મળવાના છે.

તેમણે કહ્યુ કે આયુષ્માન ભારત યોજના અને જનઔષધિ યોજનાથી દર વર્ષે ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના લાખો કરોડ રૂપિયા ઈલાજમાં ખર્ચ થવાથી બચી રહ્યા છે. આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનથી દર્દીઓની સુવિધાઓ વધશે. તમને જણાવી દઈએ કે ભૂજની આ હોસ્પિટલમાં ઈન્ટરનેશનલ કાર્ડિયોલૉજી(કેથલેબ), કાર્ડિયોથોરેસિક સર્જરી, રેડિએશન ઑન્કોલૉજી, મેડિકલ ઑન્કોલૉજી, સર્જિકલ ઑન્કોલૉજી, નેફ્રોલૉજી, ન્યૂરોલૉજી, ન્યૂક્લિયર મેડિસિન, ન્યૂરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને પ્રયોગશાળા તથા રેડિયોલૉજી જેવી અન્ય સેવાઓ આપવામાં આવશે.

English summary
PM Narendra Modi inaugurates KK Patel Super Speciality Hospital Bhuj Gujarat via video conferencing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X