• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આતંકી સંગઠનોને માત આપવામાં ભારતનો સાથ આપશે જાપાન

By Shachi
|

ગુરૂવારે અમદાવાદના સાબરમતી એથલિટ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ભારતની પહેલી હાઇ સ્પીડ રેલ(બુલેટ ટ્રેન)નો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ બંને વડાપ્રધાન ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સ્થિત દાંડી કુટિર પહોંચ્યા હતા. અહીં મહાત્મા ગાંધીની જીવનશૈલી અને તેમના જીવનપ્રસંગો અંગે પીએમ મોદીએ પીએમ શિન્ઝો આબેને માહિતી આપી હતી. ત્યાર બાદ બંને દેશના વડાપ્રધાને મહાત્મા મંદિર ખાતે ડેલિગેશન ટોકમાં ભાગ લીધો હતો.

બુલેટ ટ્રેનના શિલાન્યાસ દ્વારા ભારત અને જાપાનની મિત્રતાનો એક નવો ઇતિહાસ શરૂ થયો છે, આ જ શ્રેણીમાં ગુરૂવારે મહાત્મા મંદિર ખાતે ભારત-જાપાનની એન્યુઅલ સમિટ યોજાઇ હતી. આ સાથે જ બંને દેશના વડાપ્રધાનો વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમિટ બાદ બંનેએ સાથે જ પત્રકાર પરિષદને નિવેદન આપ્યા હતા. આ અંગે તાજેતરની જાણકારી મેળવો અહીં...

2.11 PM: પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબે બંનેએ અહીં કડક શબ્દોમાં ઉત્તર કોરિયા દ્વારા વિકસાવવામાં આવેલ પરમાણુ હથિયારો અને મિસાઇલની નિંદા કરી હતી. બંને વડાપ્રધાને પાકિસ્તાનને વર્ષ 2008ના મુંબઇ હુમલા અને વરષ 2016ના પઠાણકોટ જેવા આંતકવાદી હુમલાના મામલે અપરાધિઓને સજા આપવાનું જણાવ્યુું હતું. સાથે જ તેમણે આતંકવાદ અંગે 5મા જાપાન-ભારત કન્સલ્ટેશનની વાત કરી હતી, જેથી અલ-કાયદા, આઇએસઆઇએસ, JeM, Let જેવા આતંકવાદી સંગઠનો સામે લડવા એક મજૂબત સહાકાર ઊભો થઇ શકે.

2.11 PM: આતંકવાદ મામલે શિન્ઝો આબેએ પીકિસ્તાનની પણ આલોચના કરી. સાથે જ તેમણે જણાવ્યું કે, મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા જેવા અભિયાનને જાપાનનો પૂરો સહયોગ છે. તેમણે નરેન્દ્ર મોદીના ઇકોનોમિક રિફોર્મસ ખાસ કરીને જીએસટીના પણ ખૂબ વખાણ કર્યા હતા.

2.10 PM: આતંકવાદની નિંદા કરતાં શિન્ઝો આબેએ કહ્યું કે, પઠાણકોટના હુમલાખોરોને સજા મળશે. 26/11ના હુમલાખોરોને પણ સજા મળશે. આતંકવાદ કોઇપણ ભોગે સાંખી નહીં લેવાય. જૈશ અને લશ્કર સામે ભારત અને જાપાન મળીને લડશે: શિન્ઝો આબે

2.05 PM: મલબાર ખાતે ભારત, જાપાન અને યુએસની નૌસેનાની એક્સરસાઇઝથી ત્રણેય દેશો વચ્ચેનો સહકાર વધુ ઊંડો બન્યો છે. ત્રણેય દેશો તરફથી પહેલી વાર આ પહેલ કરવામાં આવી અને એનાથી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ વચ્ચેનો વિશ્વાસ વધ્યો: શિન્ઝો આબે

2.00 PM: જાપાની પીએમ શિન્ઝો આબેનું સંબોધન, ભાવભીના સ્વાગત અને મહેમાનગતિ બદલ આભાર. ધન્યવાદ.

1.55 PM: જાપાનમાં રહેતા ભારતીયો માટે ઇન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટ કૂલ બોક્સ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ જાપાનથી પોતાની મનપસંદ વાનગીઓ મંગાવી શકે. હું જાપાની બિઝનેસ કમ્યુનિટિને વિનંતી કરું છું કે, તેઓ ભારતમાં જાપાનીઝ રેસ્ટોરંટની ચેઇન ખોલે: નરેન્દ્ર મોદી

1.46 PM: વર્ષ 2016-17માં જાપાને ભારતમાં 4.7 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જે ગત વર્ષ કરતાં 80 ટકા વધુ છે. આજે જે કરારો પર હસ્તાક્ષર થયા છે, તેનું હું મનથી સ્વાગત કરું છું. એનાથી જાપાન અને ભારતની પાર્ટનરશિપ વધુ મજબૂત બનશે: નરેન્દ્ર મોદી

1.44 PM: જાપાની અને અંગ્રેજી ભાષામાં ગુડ આફ્ટરનૂન કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પોતાના નિવેદનની શરૂઆત. વેપાર કરવાની સરળતા હોય, સ્કિલ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા હોય. ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે: નરેન્દ્ર મોદી

1.40 PM: એક્સચેન્જ ઓફ અગ્રિમેન્ટ્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેના સંયુક્ત

પત્રકાર નિવેદનનો પ્રારંભભારત અને જાપાન વચ્ચે થયા કયા કરારો?

  • ભારત અને જાપાન વચ્ચે ઇન્ટરનેશનલ એકેડેમિક અને સ્પોર્ટ્સ એક્સચેન્જ માટે મહત્વપૂર્ણ કરાર
  • સ્પોર્ટ્સ ઓથોરિટી અને ઇન્ડિયા એન્ડ નિપોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિ. વચ્ચે થયો કરાર
  • પ્રમોશન ઓફ કોર્પોરેશન ઇન રિસર્ચ સંબંધિત એક્ટિવિટી માટે ભારત અને જાપાન વચ્ચે એમઓયુ
  • રક્ષા અને ઊર્જા ક્ષેત્રો પણ મહત્વના કરારો

English summary
PM Narendra Modi and Japanese PM Shinzo Abe to take part in delegation talk at Mahatma Mandir, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more