For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ હવે નિવૃત્તિ લઇને ઘરે જતા રહેવું જોઇએ: જીજ્ઞેશ મેવાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં જીજ્ઞેશ મેવાણીએ પીએમ મોદીએ નિવૃત્તિ લેવી જોઇએ તેવી વાત કહેતા સોશ્યલ મીડિયામાં લોકોએ આપી પ્રતિક્રિયા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ઇન્ડિયા ટીવીના ઇન્ટરવ્યૂમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે પીએમ મોદીના ભાષણ પકાઉ થઇ ગયા છે. અને હવે તે ઝુમલેબાજી સિવાય કશું નથી કરી રહ્યા. ના જ તેમના ભાષણમાં કોઇ કંટેન્ટ છે. માટે તેમણે નિવૃત્તિ લઇને થોડા સમય આરામ કરી લેવો જોઇએ. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ ગુજરાતના આ ત્રણેય નવા નેતાઓ પર જાતિવાદની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં જીજ્ઞેશે જણાવ્યું કે અલ્પેશ, હાર્દિક અને હું ત્રણેય મળી વિકાસ અને રોજગારીની વાત કરીએ છીએ, જાતિવાદની નહીં.

jignesh

ઉલ્લેખનીય છે કે આ ઇન્ટરવ્યૂમાં ત્રણેય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સંયુક્તપણે કહ્યું હતું કે તે આવનારા સમયમાં વધુ જલદ રીતે પોતાના પ્રશ્નોને મોદીની સામે મૂકશે. હાર્દિક પટેલ પણ કહ્યું કે આવનારા સમયમાં તે શહેરમાં પણ પાટીદાર આંદોલનને સશક્ત કરશે. અને પોતાના મુદ્દા પર આગળ વધશે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં દલિત અને ઓબીસી પ્રશ્નો સમેત અનામત, રોજગાર જેવા મામલે લડત આપવા અને ત્યાં સુધી લોકોની વાત પહોંચાડવાની વાત કરી હતી. જો કે બીજી તરફ જીજ્ઞેશ મેવાણીના આ ભાષણ પછી સોશ્યલ મીડિયામાં જીજ્ઞેશ મેવાણીના મોદી પરના ભાષણને અહંકારી પણ જણાવવામાં આવ્યું હતું.

English summary
PM Narendra Modi should retire and go to the Himalayas: Jignesh Mevani. Read more on this here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X